વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેના અંબાજી માતાના મંદિરમાં પ્રાર્થના

PM મોદીએ અંબાજી માતાના દર્શન કરી ગુજરાતને આપી કરોડોની ભેટ

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેના અંબાજી માતાના મંદિરમાં પ્રાર્થના

Dinesh Rathod, Gujarat, Khabri Media
PM Modi in Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેના અંબાજી માતાના મંદિરમાં પ્રાર્થના કરી હતી. લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસના ગુજરાત પ્રવાસને મહત્વનો માનવામાં આવે છે. આજે તેઓએ પહેલા અંબાજી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા. ત્યારબાદ મહેસાણાના ખેરાલુમાં એક લાખ લોકોની સામે સંબોધન હતું. અંબાજીમાં માતાના દર્શન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેરાલુના ડભોડા પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીની સાથે CM ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ હાજર રહ્યા હતા. પરંપરાગત નૃત્ય સાથે વડાપ્રધાન મોદીનું સ્વાગત કરાયું હતું.

Khabri Media WhtasApp channel

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 5800 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેના અંબા દેવી મંદિરમાં પ્રાર્થના કરી અને આરતી કરી હતી અને આજે મહેસાણાના ડભોડા ખાતે અંદાજે 5800 કરોડ રૂપિયાના મૂલ્યના વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. વડાપ્રધાનએ આજે બનાસકાંઠાના અંબાજી ખાતેના અંબાજી માતાના મંદિરમાં પ્રાર્થના

જે અંતર્ગત રેલ, રોડ, પીવાનું પાણી અને સિંચાઈ જેવા બહુવિધ ક્ષેત્રોના પ્રોજેક્ટથી ઉત્તર અને મધ્ય ગુજરાતના સાત જિલ્લાઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લગભગ 3000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોરના નવા ભાંડુ-ન્યૂ સાણંદ (N) વિભાગનું લોકાર્પણ કર્યું હતું. તેઓએ વિરમગામ – સામખિયાળી રેલવે લાઇનના 182 કિલોમીટરના ડબલિંગ પ્રોજેક્ટ અને કટોસણ રોડ- બેચરાજી રેલ પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના વિવિધ ગામ તળાવોના રિચાર્જ માટેના પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું.

આ પણ વાંચો: રોજગાર કચેરી દ્વારા રાજકોટમાં યોજાશે ભરતી મેળો, જાણો ક્યારે

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં સાબરમતી નદી પર વલાસણા બેરેજ પીવાના પાણી માટે બે યોજનાઓ, બનાસકાંઠા અને ધરોઈ ડેમ આધારિત પાલનપુર લાઈફલાઈન પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. તેઓએ મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકામાં સિંચાઈ યોજનાનો પણ શિલાન્યાસ કર્યો હતો.