Poonam Pandey’s death : ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે આઘાતજનક સમાચાર સામે આવી રહ્યાં છે. બોલીવુડ એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેનું નિધન થયું છે. એક્ટ્રેસના નિધનના સમાચાર સાંભળી ફેન્સમાં શોકનો માહોલ છવાય ગયો છે.
આ પણ વાંચો : કેન્યામાં ભીષણ બ્લાસ્ટ, 165 લોકો દાઝ્યા
Poonam Pandey’s death :એક્ટ્રેસ અને મોડલ પૂનમ પાંડેના (Poonam Pandey’s death)અચાનક નિધનના સમચારથી લોકો સ્તબ્ધ થઈ ગયા છે. થોડા સમય પહેલા જ અભિનેત્રીનું નિધન થયું હોવાની વાત સામે આવી છે. 32 વર્ષની ઉંમરે પૂનમ પાંડેએ (Poonam Pandey) દુનિયાને અલવિદા કહી દીધું છે. મોતનું કારણ પણ સામે આવ્યું છે. અભિનેત્રી ઉત્તર પ્રદેશના કાનપુરની રહેવાસી હતી અને આ દુ:ખદ ઘટના સમયે તે પોતાના ઘરે હાજર હતી.
સોશિયલ મીડિયા પર વાયરલ પોસ્ટ
મોડલ-એક્ટ્રેસ ઈન્ટરનેટ સેન્સેશન અને સૌથી વિવાદાસ્પદ સ્ટાર પૈકીની એક પૂનમ પાંડેનું કેન્સર (Cancer)ને કારણે નિધન થયું છે. શુક્રવારે સવારે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટે આ સમાચારની પુષ્ટિ કરી. અભિનેત્રીની ટીમે પોસ્ટ કર્યું, “આજની સવાર અમારા માટે મુશ્કેલ છે. તમને જણાવતા અમને ખૂબ જ દુઃખ થાય છે કે સર્વાઇકલ કેન્સરને કારણે અમે અમારી પ્રિય પૂનમને ગુમાવી દીધી છે. તેના સંપર્કમાં આવતા દરેક લોકોને તે પ્રેમથી મળતી હતી. દુઃખના આ સમયમાં, અમે પ્રાઈવસી માટે વિનંતી કરીશું જ્યારે અમે શેર કરેલી દરેક વસ્તુ માટે અમે તેણીને પ્રેમથી યાદ કરીએ છીએ, “
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ કારણે થયું મોત
સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટમાં કેન્સરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે એ તો સ્પષ્ટ થઈ ગયું કે અભિનેત્રી પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરથી (Poonam Pandey Cervical Cancer) પીડાતી હતી. તેમજ કેન્સરના કારણે જ તેણે પોતાનો જીવ ગુમાવ્યો. માત્ર 32 વર્ષીય અભિનેત્રીનાં નિધનનાં સમાચારે બોલીવુડ અને ફેન્સને ભારે આંચકો આપ્યો છે.
ઈન્ડિયા ટુડે અનુસાર તેઓની મેનેજમેન્ટ ટીમ સાથે વાત થઈ હતી. તેઓએ કહ્યું કે, પૂનમ છેલ્લા કેટલાક સમયથી કેન્સરથી પીડાતી હતી. તેને છેલ્લા સ્ટેજનું કેન્સર હતુ. તે યુપીમાં પોતાના હોમટાઉનમાં જ હતી. ત્યાં જ તે પોતાની સારવાર કરાવી રહી હતી. તેના અંતિમ સંસ્કાર પણ ત્યાં જ થશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બોલ્ડ લૂક્સને લઈ ચર્ચામાં રહેતી એક્ટ્રેસ
આપને જણાવી દઈએ કે એક્ટ્રેસ પૂનમ પાંડે સૌથી વિવાદિત હસ્તિઓમાં એક હતી. પોતાના બોલ્ડ લુક્સને લઈ તે વારંવાર ચર્ચામાં રહેતી હતી. તે સિવાય તેના નિવેદનનો એને એક્શન્સ પર પણ ભારે વિવાદો થયા હતા. પૂનમ પાંડેએ પોતાનુ કરિયર એક મોડલ તરીકે શરૂ કર્યું હતુ. વર્ષ 2013માં તેની ફિલ્મ ‘નશા’ થી તેણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતુ. ત્યાર બાદ તેઓએ ‘લવ ઇઝ પોઇઝન’, ‘આ ગયા હીરો’, ‘ધ જર્ની ઓફ કર્મા’, જેવી ફિલ્મોમાં કામ કર્યું હતુ. કંગના રાણવતના ‘લૉક અપ’માં પણ તે જોવા મળી હતી.
આ પણ વાંચો : જિયોના યુઝર્સ માટે બે જોરદાર પ્લાન લોન્ચ, 50 પૈસામાં મળશે 1GB ડેટા
વિવાદિત લગ્ન જીવન
1 સપ્ટેમ્બર 2020ના રોજ પૂનમ પાંડેએ પોતાના ફ્રેન્ડ સેમ બોમ્બે સાથે લગ્ન કર્યાં હતા. જો કે લગ્નના થોડા જ દિવસોમાં એક્ટ્રસે પોતાના પતિ સેમ વિરુદ્ધ શોષણ અને મારમારીનો આરોપ લગાવ્યો હતો. સેમની ગોવામાંથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ સેમ બોમ્બેનો જામીન પર છૂટકારો થયો હતો.