28 April History : દેશ અને દુનિયામાં 28 એપ્રિલનો ઇતિહાસ અનેક મહત્વની ઘટનાઓનો સાક્ષી છે અને ઘણી મહત્વપૂર્ણ ઘટનાઓ ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે નોંધાઈ ગઈ છે. ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ઐતિહાસિક ઘટનાઓ પૂછવામાં આવે છે. તેથી આપણે 28 એપ્રિલ (28 April History in Gujarati)નો ઇતિહાસ જાણીશું.
આ પણ વાંચો – 27 April : જાણો, આજનો ઈતિહાસ
28 એપ્રિલનો ઈતિહાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે 28 એપ્રિલ 1986ના રોજ સોવિયેત સંઘે સ્વીકાર્યું હતું કે 2 દિવસ પહેલા યુક્રેનના ચેર્નોબિલમાં પરમાણુ રેડિયેશન થયું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
28 એપ્રિલનો ઇતિહાસ (28 April History) આ મુજબ છે
2008 : ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ PSLV-C9ના પ્રક્ષેપણ સાથે નવો ઈતિહાસ રચ્યો હતો.
2007 : શ્રીલંકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ચોથી વખત વર્લ્ડ ક્રિકેટ ચેમ્પિયન બન્યું હતું.
2003 : એપલ કંપનીએ આઇટ્યુન્સ સ્ટોર શરૂ કર્યો.
2003 : 28મી એપ્રિલના રોજ વિશ્વભરમાં કર્મચારી સુરક્ષા અને આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
2001 : અમેરિકન ઉદ્યોગપતિ ડેનિસ ટીટો પ્રથમ અવકાશ પ્રવાસી બન્યા હતા.
1999 : અમેરિકન વૈજ્ઞાનિક ડો. રિચર્ડ સીડે એક વર્ષમાં માનવ ક્લોન બનાવવાની જાહેરાત કરી હતી.
1986 : યુક્રેનના ચેર્નોબિલમાં પરમાણુ દુર્ઘટનાના બે દિવસ પછી, સોવિયેત સંઘે અકસ્માતનો સ્વીકાર કર્યો.
1943 : નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જર્મનીથી જાપાનની મુલાકાત દરમિયાન મેડાગાસ્કર નજીક જર્મન સબમરીનમાંથી જાપાની સબમરીન પર સવાર થયા હતા.
1937 : ઈરાકના સરમુખત્યાર સદ્દામ હુસૈનનો જન્મ થયો હતો.
1935 : રશિયાની રાજધાની મોસ્કોમાં અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી હતી.
1932 : મનુષ્યો માટે પીત જ્વર રસીના વિકાસની જાહેરાત કરવામાં આવી હતી.
1910 : ઈંગ્લેન્ડમાં ક્લાઉડ ગ્રેહામ વ્હાઈટ નામના પાયલોટે પ્રથમ વખત રાત્રિના સમયે વિમાન ઉડાડ્યું હતું.
28 April એ જન્મેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ
1929 : ભારતીય ફિલ્મોના પ્રખ્યાત ડિઝાઇનર ભાનુ અથૈયાનો જન્મ થયો હતો.
1924 : ઝામ્બિયાના પ્રથમ રાષ્ટ્રપતિ કેનેથ કાઉન્ડાનો જન્મ થયો હતો.
1897 : ચીનમાં આર્મી સ્ટાફના અધ્યક્ષ યે જિયાનિંગનો જન્મ થયો હતો.
1791 : મહારાજા રણજીત સિંહના સેના પ્રમુખ હરિ સિંહ નલવાનો જન્મ થયો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
28 April એ નિર્વાણ પામેલા પ્રસિદ્ધ વ્યક્તિઓ
1740 : મરાઠા શાસક પેશવા બાજીરાવ પ્રથમનું અવસાન થયું હતું.
1740 : બાજીરાવ પ્રથમની બીજી પત્ની મસ્તાની અવસાન થયું હતું.
1992 : જાણીતા કન્નડ ભાષાના સાહિત્યકાર વિનાયક કૃષ્ણ ગોકાક, જેમને જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમનું નિધન થયું હતું.