વેકેશનના સમયનો સદુપયોગ થાય, સ્ક્રીન ટાઈમ ઘટાડવા, બાળકોમાં રચનાત્મક શક્તિ તેમજ સામુહિક કાર્યક્ષમતાનોવિકાસ થાય તે હેતુથી આ વિન્ટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે

Kutch: રિજનલ સાયન્સ સેન્ટરમાં કરાયું માઈક્રોગ્રીન્સ અંગેના વર્કશોપનું આયોજન

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Kutch News: શું તમે જાણો છો કે માઈક્રોગ્રીન્સ શું છે? માઈક્રોગ્રીન્સ (Microgreens)એ કઠોળ કે શાકભાજીના કુમળા છોડ છે. કઠોળ અથવા ભાજીના દાણા માટીમાં રોપ્યા પછી 5 થી 6 દિવસમાં કુમળા છોડ તૈયાર થાય છે, જેને માઈક્રોગ્રીન્સ કહેવામાં આવે છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.

તેને બેબી સ્પ્રાઉટ પણ કહે છે. માઈક્રોગ્રીન્સ ઘરમાં કેવી રીતે ઉગાડી શકાય? માઈક્રોગ્રીન્સના ઉપયોગથી શું ફાયદો થાય? શરીર સ્વાસ્થ્ય માટે માઈક્રોગ્રીન્સ કઈ રીતેફાયદાકારક છે? આ સંદર્ભમાં ભુજીયા ડુંગરની તળેટીમાં ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ડી.એસ.ટી.)ના માર્ગદર્શન હેઠળ,

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ગુજકોસ્ટ) દ્વારા નવનિર્મિત રિજનલ સાયન્સ સેન્ટર–ભુજ (Regional Science Center) દ્વારા સમગ્ર કચ્છમાં સૌપ્રથમ વખત “માઈક્રોગ્રીન્સ” અંગેના વર્કશોપનું 21 થી 25 નવેમ્બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાના મોટા કોઇ પણ વ્યક્તિ ભાગ લઇ શકે છે.

વેકેશનના સમયનો સદુપયોગ થાય, સ્ક્રીન ટાઈમ ઘટાડવા, બાળકોમાં રચનાત્મક શક્તિ તેમજ સામુહિક કાર્યક્ષમતાનોવિકાસ થાય તે હેતુથી આ વિન્ટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે
વેકેશનના સમયનો સદુપયોગ થાય, સ્ક્રીન ટાઈમ ઘટાડવા, બાળકોમાં રચનાત્મક શક્તિ તેમજ સામુહિક કાર્યક્ષમતાનોવિકાસ થાય તે હેતુથી આ વિન્ટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે

વેકેશનના સમયનો સદુપયોગ થાય, સ્ક્રીન ટાઈમ ઘટાડવા, બાળકોમાં રચનાત્મક શક્તિ તેમજ સામુહિક કાર્યક્ષમતાનોવિકાસ થાય તે હેતુથી આ વિન્ટર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં માઈક્રોગ્રીન્સઅંગે વર્કશોપ, વૈજ્ઞાનિક રમકડાં બનાવવા, ઓરિગામી, ફન વિથ નંબર, કલર ઓફકેમિસ્ટ્રી, ફિઝીક્સ સફારી, બ્યુટી ઓફ લાઈફ વગેરે સાયન્સ આધારિત વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે.

વિન્ટર વર્કશોપમાં ધોરણ 5થી 10ના વિદ્યાર્થીઓ જોડાઈ શકે છે. તારીખ: 15/11/2023થી 19/11/2023 અને 21/11/2023થી 25/11/2023 દરમિયાન વિન્ટર વર્કશોપ સમય: સવારે 10:00થી બપોરે 01:00 આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કડકાઈની અસર, બિલાસપુર રેન્જમાં કરોડોની રોકડ અને ઝવેરાત જપ્ત

વિદ્યાર્થીઓ વધુ સંખ્યામાં આ વર્કશોપનો લાભ લે તેમ સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 7383164720 તેમજ 7016453257પર સંપર્ક કરવો.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.