Rajasthan CM Mystery : રાજસ્થાન (Rajasthan)માં મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ચર્ચાઓ અને મિટિંગનો થઈ રહી છે. તે દરમિયાન બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા અને ભુતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે (Vasundhara Raje) બુધવારે રાતે દિલ્હી પહોંચ્યા છે. સુત્રો અનુસાર બીજેપીના અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) સાથે તેઓ મુલાકાત કરી શકે છે. જો કે, વસુંધરાએ એરપોર્ટથી નિકળતી વખતે દિલ્હી પ્રવાસને કૌંટુબિક રૂપ આપી, પોતાની પુત્રવધુને મળવા આવી હોવું જણાવ્યું હતુ.
આ પણ વાંચો : પરિવારના સ્વાસ્થ્ય માટે ઘરમાં આ વાસ્તુ નિયમનું રાખો ધ્યાન
જણાવી દઈએ, કે રાજસ્થાનમાં બે વાર મુખ્યમંત્રી પદે રહેલા વસુંધરા રાજે (Vasundhara Raje) વિધાનસભા ચુંટણીમાં બીજેપીને મળેલી ભવ્ય જીત બાદ સીએમ પદના દાવેદારમાંથી એક છે. વસુંધરા રાજે પોતાના નિવાસે 60થી વધુ ચુંટાયેલા ધારાસભ્યો સાથે મિટિંગ કરીને દિલ્હી પહોંચ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તો રાજેને અમે સમર્થન કરીશું
સુત્રો અનુસાર વસુંધરાએ ધારાસભ્યો સાથે મુલાકાત બાદ મંગળવારે ફોન પર બીજેપીના હાઇકમાન્ડ સાથે વાત કરી હતી. આ પહેલા તે શક્તિ પ્રદર્શનના મૂડમાં જોવા મળી હતી. 20થી વધુ ધારાસભ્યો સાથે તેણે ડિનર પર મુલાકાત કરી હતી. ત્યાર બાદ વસુંધરા કેમ્પે દાવો કર્યો હતો તેને 68 ધારાસભ્યનો સપોર્ટ છે. તે સિવાય કેટલાક અપક્ષ પણ તેની સાથે હોવાનો દાવો કર્યો હતો. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર ધારાસભ્યોએ તેને ઔપચારિક મુલાકાત ગણાવી અને કહ્યું કે જો પાર્ટીનું નેતૃત્વ તેને રાજ્યના મુખ્ય પદ માટે પસંદ કરે તો અમે રાજેને સમર્થન કરીશું.
બીજુ કોણ છે મુખ્યમંત્રી પદની રેસમાં
રાજ્યમાં સીએમ પદની રેસમાં બીજેપીના ઘણાં ચહેરા છે. તેમાં વસુંધરા રાજે સિવાય પહેલું નામ બાલકનાથનું આવે છે. તે તિજારાથી વિધાનસભા ચૂંટણી જિત્યા છે. યાદીમાં બીજુ નામ જયપુર રાજપરિવારની રાજકુમારી દીયા કુમારીનું છે. તે બંને લોકસભાના સદસ્ય છે પણ પાર્ટીએ તેઓને વિધાનસભા ચૂંટણી લડાવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વસંધરા રાજે બે વાર મુખ્યમંત્રી રહી ચૂકી છે
ઝાલરાપાટન સીટથી વિધાનસભા ચૂંટણી જીતનાર વસુંધરા રાજે ભાજપની રાષ્ટ્રીય ઉપઅધ્યક્ષ છે. 2003થી 2008 અને 2013થી 2018 સુધી તે 2 બાર રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચુક્યા છે. ગત ચૂંટણી પણ વસુંધરાના નામે જ લડવામાં આવી હતી. પરંતુ આ વખતે બીજેપીએ સીએમના ચહેરાનું એલાન કર્યું નહોતુ.