ચંદ્રની ચારે બાજુ પરિક્રમા કરી રહેલા NASAના સ્પેસક્રાફ્ટે ત્યાં રહસ્યમયી વસ્તુ ઉડતી જોઈ. તેની તસવીર પણ લીધી છે. આ વસ્તુ કોઈ સર્ફબોર્ડ જેવી દેખાય છે. ઘણી તપાસ બાદ નાસાના વૈજ્ઞાનિકોને ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ પણ વાંચો – હરિયાણામાં સ્કુલ બસ બની દુર્ઘટનાનો ભોગ, 6 બાળકોના મોત
NASAના લૂનર રીકોન્સેંસ ઓર્બિટર (Lunar Reconnaissace Orbiter – LRO) ચંદ્રની તસવીર લઈ રહ્યું છે. ત્યાં તે સતત ચંદ્રની ચારે બાજુ પરિભ્રમણ કરી રહ્યું છે. તે દરમિયાન તેને એક રહસ્યમયી વસ્તુ જોવા મળી છે. આ વસ્તુ સર્ફબોર્ડ જેવી હતી. સર્ફબોર્ડ એટલે કે સમુદ્રની સપાટી પર સરકવા માટે ઉપયોગમાં લેવાતુ સાધન.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પહેલા એવું લાગ્યુ કે આ કોઈ યુએફઓ કે એલિયન શિપ છે. નાસાના વૈજ્ઞાનિકો પણ અચંબિત થઈ ગયા. કેમ કે નાસાના વૈજ્ઞાનિકોએ ક્યારેય ચંદ્ર પર આ પ્રકારની લાંબા આકારની વસ્તુને ચંદ્રની પરિક્રમા કરતી જોઈ નહોતી. ત્યાર બાદ તેઓએ એલઆરઓની તસવીરોની તપાસ શરૂ કરી ત્યાર બાદ તે વસ્તુની 5 અને 6 માર્ચે વધુ તસવીરો લેવામાં આવી.
નાસાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ આ રહસ્યમયી વસ્તુના લોકેશનની તપાસ કરવાથી જાણવા મળ્યું કે તે દક્ષિણ કોરિયાનું લૂનર ઓર્બિટર દાનુરી છે. તે એટલા માટે એવું દેખાતુ હતુ કેમ કે બંને સ્પેસક્રાફ્ટ એટલે કે નાસાનું એલઆરઓ અને કોરિયાનું દાનુરી અલગ અલગ ઓર્બિટમાં એક સાથે ફરી રહ્યાં હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મેરીલેન્ડ સ્થિત નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે એલઆરઓના કેમેરાનો એક્સપોઝર ટાઇમ ખૂબ જ ઓછો હતો. તે માત્ર 0.338 મિલિસેકન્ડ છે. એટલા માટે તેને તસવીર લેવામાં મુશ્કેલી પડી રહી હતી. પરંતુ તેણે દાનુરીની ઘણી તસવીરો લીધી. તે દક્ષિણ કોરિયાનું પહેલુ યાન હતુ. જે ડિસેમ્બર 2022માં ચંદ્રની ઓર્બિટ પર પહોંચ્યુ હતુ.
એલઆરઓ અને દાનુરી વચ્ચે સ્પીડનું અંતર છે. બંનેની સ્પીડમાં આશરે 11,500 કિમી પ્રતિકલાકનું અંતર છે. એટલા માટે એલઆરઓ એ તસવીરો લીધી તો નાનકડુ દાનુરી સ્પેસક્રાફ્ટ એક વિશાળકાય એલિયન શિપ જેવું દેખાવા લાગ્યું. તે પોતાના નિશ્ચિત આકાર કરતા 10 ગણું મોટુ દેખાતુ હતુ. વધુ સ્પીડના કારણે તે સર્ફબોર્ડ જેવું દેખાવા લાગ્યુ.