વાનખેડેમાં ‘સારા – સારા…’નાં નારા લાગતા કોહલીએ શું કર્યું? જુઓ…

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Jagdish, Khabri Media Gujarat :

ICC Cricket World Cup 2023માં ભારતે શ્રીલંકાને 302 રનોથી હરાવીને સાતમી જીત નોંધી નોંધાવી છે. ભારતે પહેલા બેટિંગ કરતા શ્રીલંકાને 358 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકા માત્ર 55 રનોમાં જ ખખડી હતી. આ જીત સાથે જ ભારતીય ટીમે વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની ગઈ છે. ત્યારે વાનખેડે સ્ટેડિયમમાં આ મેચ સિવાય સચિન તેંડુલકરની દીકરી પણ ભારે ચર્ચામાં રહી હતી.

આ પણ વાંચો : બિગ બોસનો ‘વિજેતા’… ડ્રગ્સનો ‘સપ્લાયર’!

સારા તેંડુલકરને લઈ ઘણાં સમયથી એવી અફવા છે કે તે ભારતીય ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. એવામાં જ્યારે તે મેચ જોવા જાય છે, ત્યારે સ્ટેડિયમના દર્શક ‘સારા-સારા’ અને ‘હમારી ભાભી કૈસી હો, સારા જૈસી હો…’ જેવા નારા લગાવે છે.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને શ્રીલંકાની મેચમાં દરમિયાન પણ કંઈક આવો જ માહોલ જોવા મળ્યો હતો. જ્યારે ભારતીય ક્રિકેટર બોલિંગ કરવા ઉતર્યા ત્યારે દર્શકો ‘સારા-સારા’ના નારા લગાવવા લાગ્યા. તેના પર વિરાટ કોહલીએ પબ્લિકને ‘સારા-સારા’ના નારાને બદલે ‘શુભમન-શુભમન’ના નારા લગાવવાનું કહ્યું. ત્યાર બાદ પબ્લિક ‘શુભમન-શુભમન’ના નારા લગાવવા લાગી.

https://twitter.com/SaraTendulkarI/status/1720148206678647156

‘શુભમન-શુભમન’ના નારા લગાવવા પર વિરાટ કોહલીએ ચીઅર અપ કરી પબ્લિકનો ઉત્સાહ વધાર્યો હતો. આ વિડિયોને ઘણાં ટ્વિટર યુઝર્સે શેઅર કર્યો છે.

આ પણ વાંચો : ઘર બેઠા કરી શકશો ભ્રષ્ટાચારને લગતી ફરિયાદ, CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કર્યું ‘ઇ-તકેદારી પોર્ટલ’

એટલું જ નહિ શુભમન ગિલ પોતાની સદી ચૂકી જતા સારાએ પ્રતિક્રિયા આપી હતી. તેનો વિડિયો પણ વાયરલ થઈ રહ્યોં છે. આ પહેલા સારા અને શુભમનને 31 ઓક્ટોબરે મુંબઈમાં થયેલી જિયો ઈવેન્ટમાં એક સાથે સ્પોટ થયા હતા.