Telangana Election 2023 : 30 નવેમ્બરે તેલંગાણા વિધાનસભા ચૂંટણી (Telangana Assembly Elections) માટે મતદાન થવાનું છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ, BRS અને AIMIM અંત સુધી એડી ચોટીનું જોર લગાવી રહ્યાં છે.
આ પણ વાંચો : Marutiની કાર પડશે મોંઘી, જાણો શું છે કારણ?
તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી(Telangana Assembly Elections) દરમિયાન કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM) વચ્ચે જોરદાર આક્ષેપ પ્રતિઆક્ષેપ થઈ રહ્યાં છે. કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમની પાર્ટીના નેતાઓએ AIMIMને ભાજપની B ટીમ ગણાવી છે. હૈદરાબાદના સાંસદ અને AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) આ મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
તેલંગાણા કોંગ્રેસના અધ્યક્ષ રેવંત રેડ્ડીએ કહ્યું હતુ, કે તેઓ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ને બહાર નહીં જવા દે. જેને લઈ હૈદરાબાદના મેહદીપટ્ટનમમાં એક રેલીને સંબોધિત કરતી વખતે ઓવૈસીએ જવાબ આપતા કહ્યું કે, “કોંગ્રેસ અધ્યક્ષ (તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ) કહે છે કે હું ઓવૈસીને હૈદરાબાદ છોડવા નહીં દઉં. તું શું, તારા બાપ પણ તને બહાર જતા રોકી નહિ શકે. હૈદરાબાદ મારુ છે” હૈદરાબાદને AIMIMનો ગઢ માનવામાં આવે છે.
કોંગ્રેસને ગણાવી RSSની માં
જનસભાને સંબોધતા ઓવૈસીએ કહ્યું કે તમે (તેલંગાણા કોંગ્રેસ અધ્યક્ષ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)માંથી આવ્યા છો અને તમે RSSમાં વર્ષો વિતાવ્યા છે. એકવાર આરએસએસમાં જોડાઈ જાય તો આરએસએસ તેને છોડતું નથી. તેઓએ ઓવૈસી નહિ દરેક શેરવાની અને ટોપીવાળા પર નિશાન સાધ્યું છે.
Web Story : 2 લાખથી ઓછી કિંમતમાં મળે છે આ 5 ધાંસુ બાઇક્સ
તેમણે કહ્યું કે કોંગ્રેસે શિવસેનાના નેતા ઉદ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનાવ્યા. મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે અમને ગર્વ છે, કે અમે બાબરી મસ્જિદ તોડી. કોંગ્રેસ પાર્ટી આરએસએસની માં છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સરકાર વખતે ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી હતા. આ ગઠબંધનમાં કોંગ્રેસ, શિવસેના અને NCP સામેલ છે.