Gujarat Weather Update : ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદનો માર પડી શકે છે. હવામાન વિભાગ અનુસાર આગામી 24 કલાક સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો અનેક વિસ્તારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો : 21 December : જાણો, આજનો ઈતિહાસ
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજ્યમાં શિયાળો ધીમે ધીમે જામી રહ્યો છે. ઠંડીમાં વધારો થતા લોકો તાપણા અને ગરમ કપડાનો સહારો લઈ રહ્યાં છે. તો સવારે અને સાંજે સડકો પર કર્ફ્યુ જેવો માહોલ જોવા મળે છે. જો કે ગુજરાતમાં વાદાળછાયું વાતાવરણ રહેતા ઠંડીમાં આંશિક ઘટાડો થયો છે. જો તાપમાનની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં મહતમ તાપમાન 26.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 13.7 ડિગ્રી નોંધાયું છે. બીજી બાજુ હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમજ ઝડપથી પવન ફૂંકાવાની શક્યતા છે. સાથે જ બે દિવસ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ જિલ્લાઓમાં વરસાદની સંભાવના
અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર, ડો. મનોરમા મોહન્તીના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાક રાજ્યમાં ઠંડી અને વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ આગામી 24 કલાક દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર દ્વારકા, કચ્છ, ગીરસોમનાથ, અમરેલી અને પોરબંદરમાં સામાન્ય છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરેલા રિપોર્ટ અનુસાર આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. જેથી કહી શકાય કે રાજ્યમાં ઠંડીનું જોર વધશે.
આ પણ વાંચો : પશુદાણમાં ભેળસેળ કરનારની હવે ખેર નહિ, પશુપાલન મંત્રીની ચેતવણી
ક્યાં શહેરમાં કેટલું તાપમાન નોંધાયું?
જો રાજ્યમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતના 4 શહેરોમાં 16 ડિગ્રીથી નીચુ તાપમાન નોંધાયું હતુ. હાલ રાજ્યમાં મોટાભાગના શહેરોનું મહત્તમ તાપમાન 27 ડિગ્રીથી ઓછું નોંધાઈ રહ્યું છે. જ્યારે લઘુતમ તાપમાન 16 ડિગ્રીથી વધુ નોંધાયું છે. ગુજરાતના માત્ર 4 શહેરોનું તાપમાન 16 ડિગ્રીથી નીચું રહ્યું છે. જેમાં નલિયા 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું છે. જ્યારે ભૂજ અને કંડલામાં 16 ડિગ્રી અને અમરેલી, કેશોદ તેમજ સુરેન્દ્રનગરમાં 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.