અગાઉ, ગોલ્ડન વિઝા ફક્ત તે લોકોને જ આપવામાં આવતા હતા જેમણે દુબઈમાં 1 કરોડ દિરહામ (રૂ. 226900926)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ 2019માં તે ઘટાડીને 50 લાખ દિરહામ (રૂ. 113450463) કરવામાં આવ્યું હતું.
Dubai Golden Visa New Rule: દુનિયાના સુંદર શહેરોમાં દુબઈનો સમાવેશ થાય છે. તે લક્ઝરી શોપિંગ, અદ્યતન આર્કિટેક્ચર અને વાઇબ્રન્ટ નાઇટલાઇફ માટે જાણીતું છે. વિશ્વ પ્રસિદ્ધ બુર્જ ખલીફા તેમજ અનેક ગગનચુંબી ઈમારતોની સુંદરતા અને જીવંતતા જોઈને લોકો અહીં આવીને સ્થાયી થવા ઈચ્છે છે, પરંતુ આ શહેર વિશે એવું કહેવાય છે કે અહીં માત્ર અબજોપતિઓ જ સ્થાયી થઈ શકે છે, પરંતુ એવું નથી. UAE સરકારે વિદેશી રોકાણકારોને આકર્ષવા અને તેમને અહીં સ્થાયી કરવા માટે નિયમોમાં ફેરફાર કર્યો છે. અહીંના પ્રખ્યાત “ગોલ્ડન વિઝા” ના નિયમોમાં પણ ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે.
અગાઉ, ગોલ્ડન વિઝા ફક્ત તે લોકોને જ આપવામાં આવતા હતા જેમણે દુબઈમાં 1 કરોડ દિરહામ (રૂ. 226900926)નું રોકાણ કર્યું હતું, ત્યારબાદ 2019માં તે ઘટાડીને 50 લાખ દિરહામ (રૂ. 113450463) કરવામાં આવ્યું હતું. પરંતુ તાજેતરમાં સરકારે “ગોલ્ડન વિઝા” જારી કરવાના નિયમોમાં ઘણા ફેરફારો કર્યા છે. શું છે નવો નિયમ અને “ગોલ્ડન વિઝા” ના ફાયદા શું છે, ચાલો જાણીએ વિગતવાર.
આ પણ વાંચો: શાહી ઈદગાહ મસ્જિદના સર્વેને અલ્હાબાદ હાઈકોર્ટેની મંજૂરી, સર્વે કમિશનરની કરાશે નિમણૂંક
કેટલી રકમનું રોકાણ કરવું પડશે દુબઈના ‘ગોલ્ડન વિઝા’ માટેના નિયમોમાં સરકારે ઘણા ફેરફાર કર્યા છે. પહેલા લોકોએ 1 કરોડ દિરહામથી લઈને 50 લાખ દિરહામ સુધીની રકમનું રોકાણ કરવું પડતું હતું પરંતુ હવે 20 લાખ દિરહામ એટલે કે 4 કરોડ 53 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે. આ માટે તમારે રોકાણનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો તમે 20 લાખ દિરહામ જમા કરાવતા નથી તો તમારી પાસે કોઈપણ કોમર્શિયલ ઈન્ડસ્ટ્રીનું માન્ય બિઝનેસ લાઇસન્સ હોવું જરૂરી છે.