Vivek Bindra vs Sandeep Maheshwari : દેશના જાણીતા યુટ્યુબર્સ સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે વિવાદ વકર્યો છે. સંદીપ મહેશ્વરીએ બિન્દ્રા પર છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. બંને યુટ્યુબર્સ ખુલ્લેઆમ એકબીજા પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આખરે શું છે સમગ્ર મામલો આવો જાણીએ…
આ પણ વાંચો : જેએન.1 વેરિયન્ટના આ લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન
હાલ સોશિયલ મીડિયામાં પર દેશના બે દિગ્ગજ યુટ્યુબર સંદીપ મહેશ્વરી અને વિવેદ બિન્દ્રા (Vivek Bindra vs Sandeep Maheshwari) વચ્ચે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આખા ઇન્ટરનેટમાં માત્ર આ બંનેના કથિત ઝઘડાના જ ન્યૂઝ ચાલી રહ્યાં છે. આખી લડાઈ કથિત સ્કેમથી શરૂ થઈ હતી. હવે બંને યુટ્યુબર્સ જાહેરમાં એક બીજા વિરુદ્ધ સોશિયલ મીડિયા પર વિડિયો નાંખી આરોપ પ્રતિઆરોપ મૂકી રહ્યાં છે. આખો મામલો હવે લીગલ એક્શન સુધી પહોંચ્યો છે. આખરે દેશના બે મોટા યુટ્યુબર સામસામે કેમ આવી ગયા? બંને વચ્ચે ચાલી રહેલી તુ તુ મે મે પાછળની હકીકત શું છે? આવો તેના વિશે જણાવીએ.
કોણ છે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા?
સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા (Vivek Bindra vs Sandeep Maheshwari) કોણ છે? સંદીપ મહેશ્વરી દેશના જાણીતા મોટિવેશનલ સ્પીકર છે. સાથે જ એક મોટા YouTuber છે. સંદીપ મહેશ્વરીના યુટ્યુબ પર 22.3 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. તે અનેક હસ્તીઓના ઈન્ટરવ્યુ પણ લે છે. જ્યારે ડૉ.વિવેક બિન્દ્રા પોતાને બિઝનેસ ગુરુ કહે છે. યુટ્યુબ પર તેની ઘણી ચેનલો છે. તે લોકોને માર્કેટિંગ અને બિઝનેસ આઇડિયા શીખવે છે.
કઈ રીતે થઈ વિવાદની શરૂઆત?
કથિત કૌભાંડને લઈને બે યુટ્યુબર વચ્ચે વિવાદ શરૂ થયો હતો. હકીકતમાં 11 ડિસેમ્બરે સંદીપ મહેશ્વરીએ યુટ્યુબ પર એક વીડિયો અપલોડ કર્યો હતો. આ વીડિયોમાં તેણે એક ‘મોટા કૌભાંડ’નો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. વીડિયોમાં તે લોકો ભણાવવાના બિઝનેસના નામે હજારો રૂપિયાના કોર્સ ખરીદતા હોવાની વાત કરી રહ્યો હતો. તેણે તેને એક મોટું કૌભાંડ ગણાવ્યું. વીડિયોમાં તે બે યુવાનો સાથે વાત કરી રહ્યો છે. એક યુવાને કહ્યું કે તેણે એક મોટા યુટ્યુબર પાસેથી 50 હજાર રૂપિયામાં કોર્સ ખરીદ્યો હતો, જ્યારે બીજો કહે છે કે તેના બદલામાં તેણે 35 હજાર રૂપિયા ચૂકવ્યા હતા. યુવાનોએ કહ્યું કે તેમને આ કોર્સ અન્ય લોકોને વેચવા માટે કહેવામાં આવે છે, આ એક પ્રકારનું મલ્ટી-લેવલ માર્કેટિંગ છે. આ પછી સંદીપ મહેશ્વરીએ તેને એક પ્રકારનું કૌભાંડ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે તેને રોકવું જોઈએ. જોકે 10 મિનિટના આ વીડિયોમાં તેણે કોઈ બિઝનેસ ગુરુનું નામ લીધું નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નામ લીધા વગર ઉઠાવ્યો હતો કૌભાંડનો મુદ્દો
વિડિયો અપલોડ થયા પછી, સંદીપ મહેશ્વરી અને #StopScamBusiness સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યું. આ પછી બીજા દિવસે સંદીપ મહેશ્વરીએ યુટ્યુબ કોમ્યુનિટી પોસ્ટમાં દાવો કર્યો હતો કે કેટલાક લોકો મારી ટીમ પર વીડિયો હટાવવા માટે દબાણ કરી રહ્યા છે. તેણે કહ્યું કે તે કોઈ પણ સંજોગોમાં વિડિયો હટાવશે નહીં. તેણે દાવો કર્યો હતો કે જે વ્યક્તિએ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેને પણ પોતાનું નિવેદન બદલવા માટે ઘણા ફોન આવી રહ્યા છે. મને લાગે છે કે આ મામલો વધુ બગડી શકે છે. પરંતું હું તેના માટે તેયાર છું કેમ કે આ સ્ટેંડ હું અમારા સમાજ માટે લઈ રહ્યો છું. જો કે ત્યાં સુધી વિવેદ બિન્દ્રાનું નામ સામે આવ્યું નહોતો. પરંતુ આ પોસ્ટ બાદ વિવેદ બિન્દ્રાએ એક પોસ્ટ કરીને સંદીપ મહેશ્વરીને ખુલી ચેતવણી આપી દીધી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ત્યાર બાદ વિવેક બિન્દ્રા અને સંદીપ મહેશ્વરી જાહેરમાં સામસામે આવી ગયા. સંદીપ મહેશ્વરીએ દાવો કર્યો હતો કે વિવેક બિન્દ્રાએ તેમની ટીમને કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સામે વિવેદ બિન્દ્રાએ પણ યુટ્યુબર સંદિપ મહેશ્વરી પણ આરોપનો મારો ચલાવ્યો. તેઓએ કહ્યું કે તમે લોકોના પ્રેમનો ગેરફાયદો ઉઠાવી રહ્યાં છો. ક્યારેય એવુ કામ ન કરો જેથી લોકોની રોજી રોટી પર સંકટ આવી જાય. બિન્દ્રાએ આરોપ લગાવતા કહ્યું કે બિઝનેસ માસ્ટરીઓનો કોઈ વિડિયો 2 લાખથી ઉપર નહોતો જઈ રહ્યો. તમે સ્કેમનું નામ આપ્યું તો તે 50 લાખે પહોંચી ગયો. તેઓ પણ કહ્યું કે આગામી દિવસોમાં તે સંદિપ મહેશ્વરીને ખુલ્લો પાડશે.
આ પણ વાંચો : શૂન્યથી શરૂ થયેલી પિયત મંડળીઓએ કરી 400 હેક્ટર જમીનની કાયાપલટ
સંદીપ મહેશ્વરી અને વિવેદ બિન્દ્રા બંને દેશના જાણીતા યુટ્યુબર્સ છે. જેને કરોડો લોકો ફોલો કરે છે. બંનેના મોટાભાગના ફોલોઅર્સ યુવાનો છે. એવામાં જ્યારે આ બંને એક બીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવતા હોય તો તેના ફોલોવર્સ કરી રીતે શાંત રહે તેવું શક્ય જ નથી. લોકો યુટ્યુબ પર વિડિયો બનાવીને આ મામલે વધુ ચગાવી રહ્યાં છે. જ્યારે ટ્વિટર પર કેટલાય દિવસોથી આ મુદ્દો ટ્રેન્ડ કરી રહ્યો છે.