Kutch News: કચ્છ જિલ્લામાં પાત્રતા ધરાવતા નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવા માટે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો (Viksit Bharat Sankalp Yatra) પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે ભુજ (Bhuj) તાલુકાના દહીંસરા (Dahinsara) ખાતે ધારાસભ્ય કેશુભાઈ પટેલના અધ્યક્ષસ્થાને “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” કાર્યક્રમ યોજાયો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રા જનજન સુધી પહોંચે તે રીતે કામગીરી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. ધારાસભ્યએ તમામ નાગરિકોને વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત દહીંસરા ગામ ખાતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ સ્ટોલ ઊભા કરીને ગામ લોકોને સ્થળ ઉપર સરકારની યોજનાઓનો લાભ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત, વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ પહોંચે જે પહેલા જ ગ્રામજનોને વિવિધ યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિભાગોએ કામગીરી કરી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પહોંચેલા રથનું ગ્રામજનો દ્વારા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જિલ્લા પંચાયત ખેતીવાડી વિભાગ-ભુજ દ્વારા ડ્રોન યોજના અંતર્ગત ગોપાલભાઈ ગોવિંદભાઈ મેપાણીની વાડીમાં મહાનુભાવો તથા ખેડૂતોની હાજરીમાં દિવેલાના પાકમાં ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સરકારની આ યોજના વિશે ગામજનોને સમજણ આપવામાં આવી હતી. ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાઈ તેનું માર્ગદર્શન આપીને સોઈલ હેલ્થ કાર્ડનો મહત્તમ લાભ લેવા ખેડૂતોને અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: 6 December : જાણો, આજનો ઇતિહાસ
આ કાર્યક્રમમાં ભુજ તાલુકા પ્રમુખ વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પારૂલબેન કારા, આગેવાન ભીમજીભાઈ જોધાણી, ઈન્દુમતિબેન આશાણી, વિરમભાઈ રબારી, ચાંપશીભાઈ મહેશ્વરી, જ્યોતિબેન ઠક્કર, મામલતદાર બી.એન.શાહ, જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણસિંહ વાઘેલા, ટીડીઓ વી.સી.પરમાર, વિસ્તરણ અધિકાર કે.કે.મજેઠીયા, તાલુકા હેલ્થ ઓફિસર કેશવ મૌર્ય સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.