ઉપલેટા બાર એસોસિએશન (Upleta Bar Association)ના વર્ષ 2023-24 માટે પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટે ગુજરાત બાર કાઉન્સિલ (Gujarat Bar Council) તરફથી મળેલી સૂચના મુજબ ઉપલેટામાં પણ ચૂંટણી યોજાઈ

Upleta: ઉપલેટા બાર એસોસિએશનની ચૂંટણીનું પરિણામ થયું જાહેર, જાણો કોણ બન્યા હોદ્દેદાર

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rajkot: ઉપલેટા બાર એસોસિએશન (Upleta Bar Association)ના વર્ષ 2023-24 માટે પ્રમુખ, ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરીની ચૂંટણી માટે ગુજરાત બાર કાઉન્સિલ (Gujarat Bar Council) તરફથી મળેલી સૂચના મુજબ ઉપલેટામાં પણ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી માટે નામાંકન પ્રક્રિયા બાદ ઉપપ્રમુખ, ખજાનચી અને સેક્રેટરી બિનહરીફ જાહેર થયા હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જ્યારે પ્રમુખની ચૂંટણી માટે ત્રણ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી એક ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધુ હતું. ત્યારે એડવોકેટ કિશોર રાણીંગા અને એડવોકેટ જીગ્નેશ ચંદ્રવાડીયા આ બંન્ને ઉમેદવારો વચ્ચે ઉપલેટા બાર એસોસિએશનના વર્ષ 2023-24 પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઇ હતી. ત્યારે ઉપલેટા બાર એસોસિએશનના 110માંથી 97 વકીલોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો અને પોતાનો વોટ પોતાની પસંદગીના ઉમેદવારને આપ્યો હતો.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગઈ કાલે સવારથી માંડીને બપોર સુધીમાં 50 ટકા જેટલું મતદાન થયું હતું. જ્યારે બાકીના મતદારોએ બપોરે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સમગ્ર મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ચૂંટણી કમિશનર એડવોકેટ પરાગ બોઘાણીએ મતગણતરી હાથ ધરી હતી. અને મતગણતરી પૂર્ણ થયા બાદ ઉપલેટા બાર એસોસિએશનના નવા પ્રમુખ તરીકે એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રવાડિયાની વરણી કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Railway News: માં સીતાની જન્મભૂમિ અને અયોધ્યા નગરી જોડાશે આ વિશેષ ટ્રેનથી

ઉપલેટા બાર એસોસિએશનના પ્રમુખ માટે ચૂંટણી લડતા બે ઉમેદવારો પૈકી ઉમેદવાર એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રવાડિયાને 58 મત જ્યારે ઉમેદવાર એડવોકેટ કિશોર રાણીંગાને 38 મત મળ્યા હતા. જે બાદ એડવોકેટ જીજ્ઞેશ ચંદ્રવાડિયાને નવા પ્રમુખ તરીકે 2023-24 માટે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.