ગુજરાતમાં માવઠું બન્યું ઘાતક, વિજળીએ 4નો ભોગ લીધો

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Gujarat Rain : ગુજરાતમાં વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ (Rain) વરસી રહ્યો છે. જો કે રાજ્યમાં આ વખતે માવઠુ ઘાતક સાબિત થયું છે. અલગ અલગ વિસ્તારમાં વિજળી પડવાની ઘટનામાં કુલ 4 લોકોના મોત થયા છે. અરવલ્લી, બોટાદ, સાબરકાંઠા અને અમરેલીમાં વિજળી પડવાની ઘટના સામે આવી છે.

આ પણ વાંચો : ભરૂચમાંથી 17 લાખની કિંમતનું શંકાસ્પદ કેમિકલ ઝડપાયું

PIC – Social Media

અમરેલીમાં વિજળી પડતા યુવકનું મોત

અમરેલી જિલ્લામાં વહેલી સવારથી જ કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. વરસાદને કારણે જાફરાબાદના રોહિસા ગામે વિજળી પડી હતી. જેમાં 16 વર્ષિય કિશોરનું મોત થયું હતુ. કિશોર વાડીએ કઠોળને વરસાદના પાણીથી બચાવવા તાલપત્રી ઢાંકી રહ્યો હતો. તે દરમિયાન અચાનક કડાકા સાથે કિશોર પર વિજળી પડતા તેનું મોત થયું હતુ. બનાવને પગલે કિશોરને જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. બનાવ અંગે જાણ થતા ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને તેનો પુત્ર ભાવેશ સોલંકી સહિત સ્થાનિક આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું કાશ્મીર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ

PIC – Social Media

આ જ ગામમાં બીજીવાર વિજળી પડવાની ઘટનામાં 50 વર્ષિય વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો. જગાભાઈ બાંભણિયા નામના આધેડ વાડીએ ઝુંપડામાં હતા, તે દરમિયાન વિજળી પડતા તે દાઝી ગયા હતા.

ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.

અન્ય ઘટનાઓમાં બોટાદમાં બાઈક લઈને જતા યુવાન પર વિજળી પડતા તેનું મોત થયું હતુ. બીજી બાજુ સાબરકાંઠાના ઈડર તાલુકામાં ખેતરમાં કામ કરતી મહિલા પર વિજળી પડતા મોત થયું હતું. તો અરવલ્લીમાં મોડાસા તાલુકાના મઠ ગામની સીમમાં બકરાઓ પર વિજળી પડતા 16 બકરાના મોત થયા હતા.