Gujarat Rain : હવામાન વિભાગની આગાહીને પગલે મંગળવારે મોડી રાત્રે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના શિયાળું પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
આ પણ વાંચો: રાજકોટમાં ઉજવાયો દિવ્યાંગ પતંગ મહોત્સવ – 2024, 1000થી વધુ દિવ્યાંગોએ લીધો ભાગ
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી પ્રમાણે મંગળવારે રાત્રે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો હતો. મોડી રાત્રે નવસારી અને ડાંગ જિલ્લામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન પહોચ્યું છે. જેને લઈ ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
દક્ષિણ ગુજરાતમાં અષાઢી માહોલ
ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા માવઠું થવાની આગાહી કરવામાં આવી હતી. આ આગાહીના પગલે મંગળવાર રાતથી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. મળતી માહિતી પ્રમાણે, વડોદરા, શિનોર, પાવાગઢ, વલસાડ, દાહોદ, સુરત, નવસારી અને ડાંગમાં વરસાદ વરસ્યો છે. ભરશિયાળે માવઠું થતા ખેડૂતોના પાકને ભારે નુકસાન પહોંચ્યુ હોવાની ભિંતી સેવાઈ રહી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પાવાગઢમાં અદ્ભુત નજારો
દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારે વરસાદી માહોલ છવાતા વાતાવરણ ઠંડુગાર બની ગયું હતુ. બીજી બાજુ વરસાદને પગલે નોકરીએ જતા લોકો અને શાળાએ જતા બાળકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યાત્રાધામ પાવાગઢમાં વરસાદની વચ્ચે સવારે ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. પર્વત પર ધુમ્મસ અને વાદળોના કારણે મંદિર પરિસરમાં અદ્ભુત નજારો સર્જાયો હતો.
ખેડૂતોના પાકને નુકાસન
રાજ્યમાં ભરશિયાળે માવઠું થતા ઘઉં, ડાંગર, કપાસ, જીરુ, તુવેર અને ધાણા સહિતના પાકને નુકાસન થવાની ભીતી છે. શિયાળું પાકમાં નુકસાનની શક્યતાથી ખેડૂતોમાં પણ ચિંતાનો માહોલ છવાયો છે.