Jio Recharge Offer : Jioએ પોતાના ગ્રાહકો માટે બે બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે. જેમાં 500GB સુધી ડેટાનો લાભ મળશે. જિયોના આ પ્લાન પ્રિપેડ અને પોસ્ટપેડ બંને યુઝર્સ માટે છે. સાથે જ આ એક એડ-ઓન પેક તરીકે ઉપયોગમાં લઈ શકાશે.
આ પણ વાંચો : સુરંગ દુર્ઘટના : મજુરો સિલક્યારામાં પરત કામે આવવા નથી રાજી
Jio Recharge Offer : Jioએ બે નવા ડેટા પેક લોન્ચ કર્યા છે. Jioના આ ડેટા બૂસ્ટર પેકમાં યુઝર્સને 500GB સુધીના ડેટાનો લાભ મળે છે. ઉપરાંત, આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બંને વપરાશકર્તાઓ માટે લાવવામાં આવ્યા છે. Jio હાલમાં દેશના ઘણા ટેલિકોમ સર્કલમાં મોબાઈલ અને બ્રોડબેન્ડ સેવાઓ આપી રહ્યું છે. એટલું જ નહીં દેશની સૌથી મોટી ટેલિકોમ કંપનીએ તમામ ટેલિકોમ સર્કલમાં 5G સેવા પણ શરૂ કરી છે. Jio એ બ્રોડબેન્ડ યુઝર્સ માટે આ ડેટા બૂસ્ટર પેક લોન્ચ કર્યા છે.
JioAirFiber માટે લોન્ચ કરાયેલા આ બંને નવા ડેટા બૂસ્ટર પેકમાં યુઝર્સને 50 પૈસામાં 1GB ડેટાનો લાભ મળશે. Jioનું આ ડેટા બૂસ્ટર પેક પહેલાથી ચાલી રહેલા પ્લાન સાથે કામ કરશે. આ બંને પેકની વેલિડિટી હાલના પ્લાનની વેલિડિટી સુધી રહેશે. આ બંને પ્લાન એવા યુઝર્સ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે જેઓ વધુ ડેટાનો ઉપયોગ કરે છે. આવો, ચાલો જાણીએ Jioના આ બે ડેટા બૂસ્ટર પેક વિશે…
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
101 રૂપિયાનો પ્લાન
Jio AirFiber બ્રોડબેન્ડનો આ પ્લાન રૂ 101 + GST સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 100GB ડેટાનો લાભ મળે છે. આ પ્લાનની માન્યતા ત્યાં સુધી છે જ્યાં સુધી વર્તમાન પ્લાનની માન્યતા સમાપ્ત ન થાય. આ પ્લાનમાં યુઝર્સને કોઈ વોઈસ કોલ બેનિફિટ નથી મળતો. સાથે જ, આમાં યુઝર્સને પહેલાથી ચાલી રહેલા પ્લાન મુજબ ઇન્ટરનેટ સ્પીડનો લાભ મળશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
251 રૂપિયાનો પ્લાન
Jio AirFiberનો આ ડેટા બૂસ્ટર પ્લાન રૂ 251 + GST સાથે આવે છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ 500GB ડેટાનો લાભ મળે છે એટલે કે યુઝર્સને 50 પૈસામાં 1GB ડેટા મળે છે. આ પ્લાન યુઝર્સના પહેલાથી ચાલી રહેલા પ્લાન સાથે પણ કામ કરશે. Jio AirFiber માટેના આ બંને બૂસ્ટર પેકનો 1TB ડેટા ખતમ થયા પછી ફેર યુઝેસ પોલીસી હેઠળ મેળવી શકાય છે. આ પ્લાન પ્રીપેડ અને પોસ્ટપેડ બંને વપરાશકર્તાઓ માટે છે.