Jagdish, Khabri Media Gujarat
Top Team ICC Ranking 2023 : વન ડે વર્લ્ડ કપ 2023માં અત્યાર સુધીની તમામ 8 મેચ જીતીને સેમિફાઇનલમાં પહોંચનાર ભારતીય ટીમે આઈસીસી રેન્કિંગમાં પણ ધમાલ મચાવી છે. ભારતના ખેલાડી જ નહિ પણ હવે ભારતીય ટીમે પણ તમામને પાછળ છોડી નંબર વનનું સ્થાન મેળવી લીધુ છે.
આ પણ વાંચો : Jammu : સરહદ પર પાકિસ્તાની સૈન્ય દ્વારા યુદ્ધ વિરામનો ભંગ
ટેસ્ટ, વન ડે હોય કે T20 ત્રણેય ફોર્મેટમાં આઇસીસી રેન્કિંગમાં ભારતીય ટીમ ટૉપ પર પહોંચી છે. T20માં બીજા નંબર પર ઈંગ્લેડ ઘણું પાછળ છે. જ્યારે વન ડેમાં બીજા નંબરે ઓસ્ટ્રેલિયા ભારતની આસપાસ પણ નથી. જો કે ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સમાન અંક પર છે. પરંતું ઓછી મેચ રમવાને લીધે ભારતીય ટીમ ટૉપ પર છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ભારતીય ટીમ વર્લ્ડ કપમાં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનને હરાવી ચૂકી છે. આ તમામ જીત સાથે રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પોઈન્ટ ટેબલમાં 16 અંક સાથે પોતાનુ ટોપનું સ્થાન જાળવી રાખ્યું છે.
ICC રેન્કિંગમાં ભારતીય ટીમ અને ખેલાડીઓ
નંબર – 1 વનડે ટીમ : ભારત
નંબર – 1 ટેસ્ટ ટીમ : ભારત
નંબર – 1 T20 ટીમ : ભારત
નંબર – 1 વનડે બેટ્સમેન : શુભમન ગિલ
નંબર – 1 T20 બેટ્સમેન : સુર્યકુમાર યાદવ
નંબર – 1 વનડે બોલર : મોહમ્મદ સિરાજ
નંબર – 1 ટેસ્ટ બોલર : રવિચંદ્રન અશ્વિન
નંબર – 1 ટેસ્ટ ઓલરાઉન્ડર : રવિન્દ્ર જાડેજા