Jharkhand Politics : આજે સોમવારથી ઝારખંડ વિધાનસભાનું બે દિવસીય વિષેશ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. સોમવાર અને મંગળવાર દરમિયાન આ સત્રમાં ચંપઈ સરકાર બહુમત સાબિત કરશે.
આ પણ વાંચો : 5 February : જાણો, આજનો ઈતિહાસ
Jharkhand Politics : આજે સોમવાર ઝારખંડની ચંપઈ સોરેન સરકાર માટે મોટો દિવસ છે. તેઓ આજે વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે. અગાઉ, વિધાનસભાના વિશેષ સત્રમાં હાજરી આપવા માટે હૈદરાબાદના એક રિસોર્ટમાં રોકાયેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો રાંચી પરત ફર્યા છે. આ ધારાસભ્યોમાં ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ) અને કોંગ્રેસના ધારાસભ્યોનો સમાવેશ થાય છે. હેમંત સોરેનની ધરપકડ અને ચંપઈ સોરેન દ્વારા સીએમ તરીકે શપથ લીધા બાદ આ ધારાસભ્યોને તેલંગાણા મોકલવામાં આવ્યા હતા. જેએમએમએ તે સમયે ભાજપ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ હોર્સ-ટ્રેડિંગ દ્વારા ધારાસભ્યોને પક્ષ બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આજથી બે દિવસનું વિશેષ સત્ર
નોંધનીય છે, કે ઝારખંડ વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર પણ આજથી એટલે કે સોમવારથી શરૂ થઈ રહ્યું છે. સોમવાર અને મંગળવારે ચાલી રહેલા આ સત્રમાં ચંપઈ સરકાર બહુમત સાબિત કરશે.
ધારાસભ્ય ત્રણ દિવસથી હૈદરાબાદના રિસોર્ટમાં હતા
જેએમએમના નેતૃત્વ હેઠળના ગઠબંધનના લગભગ 40 ધારાસભ્યો 2 ફેબ્રુઆરીએ બે ફ્લાઈટમાં હૈદરાબાદ પહોંચ્યા હતા. આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ભારતીય જનતા પાર્ટી (BJP) ચંપઈ સોરેનની આગેવાની હેઠળની નવી સરકારના વિશ્વાસ મત પહેલા ધારાસભ્યોને પોતાના તરફ કરવાનો પ્રયાસ કરી શકે છે. હવે વિધાનસભામાં વિશ્વાસ મતના એક દિવસ પહેલા રવિવારે રાંચી જવા રવાના થયા અને મોડી રાત્રે રાજ્યની રાજધાની પહોંચ્યા. ધારાસભ્ય છેલ્લા ત્રણ દિવસથી અહીંના એક રિસોર્ટમાં રોકાયા હતા.
ચંપાઈ સરકાર ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમત સાબિત કરશે
ચંપાઈ સોરેને 2 ફેબ્રુઆરીએ સીએમ તરીકે શપથ લીધા પછી, તેમને વિધાનસભામાં બહુમત સાબિત કરવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જો કે, શાસક ગઠબંધન નેતા આલમગીર આલમે કહ્યું હતું કે સરકાર 5 ફેબ્રુઆરીએ જ વિશેષ સત્ર દરમિયાન બહુમત સાબિત કરશે. તેમણે કહ્યું હતું કે અમે આ સમયગાળા દરમિયાન કોઈ જોખમ લઈ શકીએ નહીં, કારણ કે ભાજપ અમારા ધારાસભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી શકે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પૂર્વ સીએમ હેમંત ફ્લોર ટેસ્ટમાં હાજર થઈ શકે છે
મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેન પણ 5 ફેબ્રુઆરીએ વિધાનસભામાં યોજાનારી ફ્લોર ટેસ્ટમાં હાજર રહી શકે છે. રાંચીની પીએમએલએ કોર્ટે આ માટે પરવાનગી આપી છે. હેમંત સોરેનની 31 જાન્યુઆરીએ ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બીજી તરફ ઝારખંડ હાઈકોર્ટ પણ આજે હેમંત સોરેનની અરજી પર સુનાવણી કરશે. પૂર્વ સીએમ હેમંત સોરેને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ધરપકડની કાર્યવાહીને પડકારી છે.
આ છે ઝારખંડ વિધાનસભાનું ગણિત
81 સભ્યોની ઝારખંડ વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ચંપાઈ સોરેનને 41 ધારાસભ્યોનું સમર્થન મેળવવું પડશે. શાસક ગઠબંધન સરકાર દાવો કરે છે કે તેની પાસે 46 થી વધુ ધારાસભ્યોનું સમર્થન છે. તમને જણાવી દઈએ કે ઝારખંડ વિધાનસભાની 81 સીટોમાંથી એક સીટ ખાલી છે. આવી સ્થિતિમાં 80 સીટો માટે બહુમતનો આંકડો 41 છે.
આ પણ વાંચો : પૃથ્વીના આ રહસ્યો ખુલશે, 2 પાતાળ લોક મળ્યા!
કોણ છે ચંપઈ સોરેન?
ચંપઈ સોરેન ઝારખંડ વિધાનસભાના સભ્ય છે. હાલમાં તેઓ ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટી તરફથી સરાયકેલા વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય છે. કેબિનેટ મંત્રી તરીકે તેઓ હેમંત સોરેન સરકારમાં પરિવહન, અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ અને પછાત વર્ગ કલ્યાણ વિભાગની જવાબદારી સંભાળતા હતા.