Jagdish, Khabri Media Gujarat
દિવાળીના પાવન તહેવારની લોકો અલગ અલગ રીતે ઉજવતા હોય છે. પરંતુ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં દિવાળીની ઉજવણી કંઈક અલગ જ અંદાજમાં થાય છે. આપને જણાવી દઇએ કે છેલ્લા સો વર્ષથી અહીં ઇંગોરીયા યુદ્ધની પરંપરા ચાલી રહી છે અને આજની તારીખે પણ જળવાઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત, ફાયર વિભાગ અને આરોગ્યની ટિમ સહિતના કાફલા વચ્ચે આ ઈંગોરીયા યુદ્ધની રમત રમાઈ છે.
આ પણ વાંચો : હવે WhatsAppના ઉપયોગ માટે ચૂકવવા પડશે પૈસા!
100 વર્ષની પરંપરા
સાવરકુંડલા શહેરમાં છેલ્લા 100 વર્ષથી દિવાળીના દિવસે ઇંગોરીયાની રમત રમાય છે. આ રમત દિવાળીના દિવસે રાત્રે 10:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી રમવામાં આવે છે. શહેરના દેવળા ગેઇટ અને નાવલી ચોકમાં રમાતા આ યુદ્ધમાં સળગતા ઇગોરીયા એકબીજા ગ્રુપની માથે ફેંકવામાં આવે છે. જોકે અત્યાર સુધીમાં આ લડાઈમાં કોઈ જાનહાનિ કે દાઝ્યું નથી, જે રમતની વિશેષતા છે. સાવરકુંડલામાં ત્રણ પેઢીથી આ રમત રમાતી હોવાનું જણાવાઈ રહ્યું છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ઈંગોરીયા યુદ્ધનો રસપ્રદ ઈતિહાસ
ઈંગોરીયા યુદ્ધ પાછળના ઈતિહાસની વાત કરીએ, તો વર્ષો પહેલા સાવર અને કુંડલા બન્ને વિસ્તારના લોકો આમને સામને ઈંગોરીયા ફેકીને રમત રમતા હતા, એ પરંપરા આજની તારીખે જળવાઈ રહી છે. હાલમાં સાવર કુંડલા બન્ને વિસ્તાર એક થઈ ગયા છે, છત્તા લોકોએ દિવાળીની રાતે ઇગોરીયા યુદ્ધની રમત રમી વર્ષો જુની પરંપરા જાળવી રાખી છે. ઈંગોરિયાનું યુદ્ધ જોવા માટે લોકો દૂર દૂર થી સ્થાનિકોના ઘરે મહેમાનો બને છે, તેમજ ઈંગોરીયાના યુદ્ધનો આનંદ લે છે.
આ પણ વાંચો : સાવધાન : માનવજાત પર તોળાઈ રહ્યો છે મોટો ખતરો
ઈંગોરીયા ફટાકડાએ લીધુ ગૃહઉદ્યોગનું સ્થાન
સાવરકુંડલાની આગવી ઓળખ ઉભી કરનારી ઇંગોરીયાની લડાઈ યુક્રેન રશિયા અને ઇઝરાયેલ હમાસ યુદ્ધ પછી વધુ પ્રસિદ્ધ થઈ છે આ રમતને જોવા દૂર દૂરથી લોકો આવી રહ્યા છે. રોમાંચિત કરનારી આ રમત તદ્દન નિર્દોષ ભાવે રમવામાં આવે છે. આ વર્ષે આશરે ત્રણ લાખ ઉપરાંત સળગતા ઇંગોરિયા ઉપયોગ થયો છે. ત્યારે હવે ઇંગોરીયા કોકડા બનાવવાનો ગૃહ ઉદ્યોગ બની ગયો છે. સાવરકુંડલાવાસીઓ પોતે જ ઇંગોરીયાના ફટાકડા બનાવે છે અને લોકોને વહેંચે છે.