Famous Women Kathavachak : દેશમાં ઘણાં કથાવાચક (Kathavachak) છે જે અલગ અલગ ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે. કેટલાક ભગવાન કૃષ્ણ, કેટલાક શિવ તો કેટલાક કથાવાચક (Kathakar) રામ સંબંધિત કથાઓ કરે છે.
આ પણ વાંચો : આ 15 વાસ્તુ ટિપ્સ તમારું જીવન બદલાવી નાખશે
ભારત જ નહિ પણ વિશ્વમાં કથાવાચકોની કથાઓનું હજારો લાખોની સંખ્યામાં લોકો કથાનું રસપાન કરે છે. મોરારી બાપુ, દેવકી નંદન ઠાકુર, આચાર્ય ગૌરવ કૃષ્ણ સ્વામી સહિતના કથાકારોનું નામ તો સાંભળ્યું હશે. પણ શું તમને જાણો છો પુરુષની જેમ મહિલા કથાવાચકનો પણ ભારત સહિત વિશ્વમાં ડંકો છે. તો આવો આજે આપણે કેટલીક જાણિતી કથાવાચક મહિલાઓ વિશે માહિતી મેળવીએ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જયા કિશોરી (Jaya Kishori)
28 વર્ષની જયા કિશોરી કલકત્તાની રહેવાસી છે અને તે દેશની જાણીતી હસ્તિઓમાંથી એક છે. જયા કિશોરી દેશની સૌથી ફેમસ મહિલા કથાવાચકોમાંથી એક છે. જયા કિશોરી ભગવદ કથાનું લોકોને રસપાન કરાવે છે. તે કથાવાચકની સાથે મોટિવેશનલ સ્પીકર પણ છે અને સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેસમ છે.
દેવી ચિત્રલેખા (Devi Chitralekha)
દેવી ચિત્રલેખા પ્રસિદ્ધ કથાવાચક છે. તે મૂળ હરિયાણાની રહેવાસી છે. તેનું નામ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં પણ સામેલ છે. દેવી ચિત્ર લેખા 4 વર્ષની હતી, ત્યારથી તેણે એક બંગાળી બાબા પાસેથી દિક્ષા લીધી હતી અને માત્ર 7 વર્ષની ઉંમરે તે આધ્યાત્મ તરફ વળી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દેવી નેહા સારસ્વત (Devi Neha Saraswat)
અલીગઢની રહેવાસી નેહા સારસ્વત, કથાવાચક નિધી સારસ્વતની નાની બહેન છે. મોટી બહેનને જોઈ તેનું મન પણ કૃષ્ણ ભક્તિમાં તરબોળ થયુ અને માત્ર 7 વર્ષની ઉંમરે જ ગીતા પાઠ કરવા લાગી હતી. દેવી નેહાની કથા સાત દિવસ સુધી ચાલે છે. તેણે વિજ્ઞાન પ્રવાહમાં બાયોલોજી વિષય સાથે ધોરણ 12ની પરીક્ષામાં 89 ટકા મેળવ્યાં હતા.
પલક કિશોરી (Palak Kishori)
મધ્ય પ્રદેશના રીવાની રહેવાસી 17 વર્ષની પલક કિશોરી પોતાની કથાઓને લઈ ઘણી ફેમસ છે. તેના પરિવારજનો ધાર્મિક હોવાથી અવારનવાર ઘરમાં ધાર્મિક અનુષ્ઠાન યોજાતા હતા. જેને કારણે પલક પૂજા પાઠ તરફ ઢળી હતી.
આ પણ વાંચો : 8 December : જાણો, આજનો ઇતિહાસ
દેવી કૃષ્ણા પ્રિયા (Krishna Priya)
26 વર્ષની દેવી કૃષ્ણા પ્રિયા મથુરાની રહેવાસી છે. કૃષ્ણા પ્રિયાની કૃષ્ણ ભક્તિ સમય સાથે વધતી ગઈ અને આજે તેની કથાઓ દૂર દૂર સુધી આયોજિત કરવામાં આવે છે. દેવી કૃષ્ણા પ્રિયા 4 વર્ષની ઉંમરથી ધાર્મિક કાર્યોમાં ભાગ લઈ રહી છે. તે ભગવત કથા, મહાભારત, રામાયણ, કૃષ્ણલીલાની કથાઓનું ભક્તનોને રસપાન કરાવે છે.