ખેડૂતોની જીવાદોરી સમાન સુગર ફેક્ટરી ફરી ધમધમતી થઈ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

તાપી જિલ્લાનાં ખેડૂતનો જીવાદોરી ગણાતી ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લી. જે વર્ષોથી બંધ હાલતમાં જોવા મળતી હતી. તે સુગર ફેકટરીને ફરી શરૂ કરી ચાલુ વર્ષનું પિલાણ કરવાની શરૂઆત તાપી જિલ્લાના પ્રભારી અને વન, પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ, તથા જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્યમંત્રી કુંવરજી હળપતિનાં હસ્તે કરવામાં આવ્યું હતું. ત્યારે તાપી જિલ્લાવાસીઓને ભૂતકાળની જેમ આવનાર દિવસોમાં વ્યારા સુગર ફેક્ટરી ધમધમતી જોવા મળશે.

આ પણ વાંચો : જાણો, 13 નવેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ

છેલ્લાં 18 વર્ષથી બંધ પડેલ વ્યારા સુગરને તાપી સુરત જિલ્લાનાં સહકારી આગેવાનો અને ગુજરાત સરકારના સહયોગથી ફરી આજે જીવંત કરવામાં આવી છે. આજરોજ દિવાળીનાં પાવન પર્વ નિમિતે વ્યારા સુગર ફેક્ટરીમાં રાજ્ય સરકારનાં મંત્રી મુકેશભાઇ પટેલ સહિત મંત્રી કુંવરજીભાઈ હળપતિનાં હસ્તે પિલાણની શરૂઆત કરવામાં આવી હતી.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

મંત્રીમુકેશભાઇ પટેલ જણાવ્યું હતું, કે મારા પ્રભારી મંત્રી બન્યાં બાદ સુગર શરૂ કરવાની સરકારમાં રજુઆત કરવામાં આવી અને સરકારના 30 કરોડનાં સહયોગ બાદ આજે સુગર ફેકટરી શરૂ થઈ છે.

આ પ્રસંગે રાજ્યનાં આદિજાતિ મંત્રી કુંવરજીભાઈ હળપતિ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું, કે સુગર ફેકટરી શરૂ થઈ છે હવે લોકો એ વિશ્વાસ મુકવો પડશે આ વિસ્તારમાં ખેડૂતોની શેરડી પહેલા લૂંટાઈ હતી, ઘર પરિવાર નાં ચાલે તેવા ભાવ મળતા હતા. હવે તેવા દિવસ ગયા. રાજ્યનાં મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહકારથી આજે વ્યારા સુગરને જીવંત કરવામાં આવી છે ત્યારે આપડે સરકારનો આભાર માનવો જોઈએ તેવું જણાવ્યું હતું.

આ પણ વાંચો : Uttarakhand Tunnel Accident : 24 કલાકથી સુરંગમાં ફસાઈ 40 જિંદગી

આ પ્રસંગે રાજ્ય કક્ષાનાં મંત્રી મુકેશભાઇ પટેલ સહિત આદિજાતિ ગ્રામ વિકાસ મંત્રી કુંવરજીભાઇ હળપતિ, સાંસદ પ્રભુભાઈ વસાવા, સુગરનાં ચેરમેન માનસિંગ પટેલ, ચોર્યાસીનાં ધારાસભ્ય સંદીપભાઇ દેસાઈ, મહુવાનાં ધારાસભ્ય મોહનભાઈ, વાઇસ ચેરમેન નરેશભાઈ પટેલ, નિઝરના ધારાસભ્ય ડો. જયરામભાઈ ગામીત, વ્યારા ધારાસભ્ય મોહનભાઈ કોંકણી, સહિત મોટી સંખ્યાના તાપી અને સુરત જિલ્લાના સહકારી આગેવાનો અને વ્યારા સુગરનાં સભાસદો ખેડૂત મિત્રો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતાં.