Changes From 1st December : આજે નવેમ્બર મહિનાનો છેલ્લો દિવસ છે અને આવતીકાલથી વર્ષનો અંતિમ મહિનો એટલે કે ડિસેમ્બર (December) શરૂ થવા જઈ રહ્યો છે. દર મહિનાની જેમ ડિસેમ્બર પણ ઘણા મોટા ફેરફારો સાથે શરૂ થઈ રહ્યો છે. આ ફેરફારો તમારી બેંકના તમારા રસોડાના બજેટ સાથે સંબંધિત છે, જેની સીધી અસર તમારા પર પડશે. ફેરફારોની યાદીમાં એલપીજી (LPG) ના ભાવમાં વધારો-ઘટાડો સામેલ છે, જ્યારે હવે સિમ મેળવવા માટે પણ નવા નિયમો લાગુ કરવામાં આવશે. ચાલો જાણીએ આવા જ 5 મોટા ફેરફારો વિશે…
આ પણ વાંચો : અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે આવ્યાં સારા સમાચાર
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
એલપીજીના ભાવમાં થશે ફેરફાર
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં સુધારો કરે છે. આવી સ્થિતિમાં, પહેલી ડિસેમ્બરે પણ એલપીજી સિલિન્ડર (LPG cylinder) સંબંધિત કેટલાક મોટા ફેરફાર સામે આવી શકે છે. આ પહેલા પહેલી નવેમ્બરે ઓઈલ કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો હતો. હવે આવતીકાલે સવારે માહિતી બહાર આવશે કે ગેસ સિલિન્ડરમાં રાહત આપશે કે પછી ભાવ વધારો ઝટકો. જો કે દેશમાં 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતો લાંબા સમયથી સ્થિર છે, ત્યારે તેના ભાવમાં પણ ફેરફાર જોવા મળે તેવી શક્યતા છે.
બેન્કોએ પણ ભરવો પડશે દંડ
1 ડિસેમ્બર, 2023 થી થનારા બીજા મોટા ફેરફાર વિશે વાત કરીએ તો, તે સામાન્ય લોકો માટે રાહત અને બેંકો માટે થોડા ખરાબ સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ પહેલા જ બેંકમાં થનારા ફેરફારો વિશે માહિતી શેર કરી છે. સેન્ટ્રલ બેંકે લોનની સંપૂર્ણ ચુકવણી કર્યા પછી ગેરંટીના બદલામાં રાખેલા દસ્તાવેજો સમયસર પરત ન કરવા પર બેંકો પર દંડ ફટકારવાની જોગવાઈ કરી છે. આ દંડ દર મહિને 5000 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : વધારે પડતું TV જોવાની ટેવ છે? તો સાવધાન…
SIM ખરીદીના નિયમોમાં થશે ફેરફાર
ત્રીજો મોટો ફેરફાર ટેલિકોમ સેક્ટર (Telecom sector) સાથે સંબંધિત છે. હવે નવું સિમ ખરીદવા માટે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે 1 ડિસેમ્બરથી નવા નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. હવે કોઈપણ દુકાનદાર સંપૂર્ણ KYC વગર કોઈપણ ગ્રાહકને સિમ વેચી શકશે નહીં. KYC નિયમો સિવાય બલ્કમાં સિમ ખરીદવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર, નવા નિયમો હેઠળ હવે એક આઈડી પર મર્યાદિત સિમ કાર્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. નિયમોની અવગણના કરનારને 10 લાખ રૂપિયા સુધીનો દંડ અને જેલ પણ થઈ શકે છે.
પેન્શન ચાલુ રાખવા આજે જ કરો આ કામ
વર્ષ 2023ના છેલ્લા મહિનાની શરૂઆતમાં થઈ રહેલા મહત્વપૂર્ણ ફેરફારો પૈકી એક પેન્શનરોના નિયમ સાથે સંબંધિત છે. 60 થી 80 વર્ષની વયના પેન્શનરો માટે 30 નવેમ્બરની તારીખ મહત્વપૂર્ણ છે, કારણ કે સતત પેન્શન મેળવવા માટે, તેઓએ આ તારીખ સુધીમાં તેમનું જીવન પ્રમાણપત્ર સબમિટ કરવું પડશે. જો પેન્શનર સમયસર આ કામ નહિ કરે તો તેનુ પેન્શન અટકી શકે છે. નોંધનીય છે કે દરેક પેન્શનરે વર્ષમાં એક વખત પોતાના જીવનનો પુરાવો આપવો પડે છે.