Earthquake In China : ચીનમાં મંગળવારે વહેલી સવારે તીવ્ર ભૂકંપના આંચકા અનુભવાયા છે. જોરદાર આંચકાને કારણે ઘણાં લોકો ઘાયલ થયા હોવાનું અને ઈમારતોમાં નુકાસન થયાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો : ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની
ચીનમાં મોડી રાત્રે તીવ્ર ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.2 નોંધવામાં આવી છે. ભૂકંપની (Earthquake) તીવ્રતા એટલી વધારે હતી કે તેના આંચકા દિલ્હી એનસીઆર (Delhi NCR) સુધી અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળ-ચીન બોર્ડર (Nepal-China Border) પાસે હોવાનું જણાવાય રહ્યું છે. ભૂકંપના આ જોરદાર આંચકાથી અસરગ્રસ્ત વિસ્તારના લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતા. ભૂકંપના કારણે ઘણાં લોકો ઘાયલ થયા હોવાના ઇમારતોને નુકાસન થયાના સમાચાર સામે આવી રહ્યાં છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ (National Center for Seismology) જણાવ્યું કે, ચીન અને દક્ષિણ ઝિજિયાંગમાં China (and southern Zhejiang) ભૂકંપનું કેન્દ્ર નોંધવામાં આવ્યું છે. ભૂકંપની તીવ્રતા 7.2 નોંધાય છે. લેટિટ્યુડ 40.96 અને લંબાઈ 78.30, ઊંડાઈ 80 કિમી હોવાનું જાણવા મળ્યું છે.
આજે સવારે 8 વાગ્યા સુધીમાં 40 આંચકા અનુભવાયા
ચીન ભૂકંપ નેટવર્ક કેન્દ્ર અનુસાર, આજ સુવારે 8 વાગ્યા સુધીમાં 40 આચંકા અનુભવાયા છે. ચીનમાં વીબો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નેટિજન્સે જણાવ્યું કે ભૂકંપ ઉરુમકી, કોરલા, કાશગર, યિંગ અને આસપાસના વિસ્તારોમાં અનુભવાયો છે. શિન્હુઆ અનુસાર ભૂકંપને ધ્યાને લઈ શિનજિયાંગ રેલવે વિભાગે તાત્કાલ પરિવહન સંચાલન બંધ કર્યું છે.
ઉત્તર ભારતમાં પણ અનુભવાય અસર
ચીનમાં તીવ્ર ભૂકંપની અસર ઉત્તર ભારત સુધી અનુભવાય છે. દિલ્હી એનસીઆરમાં સોમવારે મોડી રાતે 11.39 વાગ્યે ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દિલ્હીથી આશરે 1400 કિમી દૂર ચીનના દક્ષિણ શિનઝિયાંગ વિસ્તારમાં નોંધવામાં આવ્યું. 7.2ની તીવ્રતા વાળા ભૂકંપની અસર દિલ્હી, નોયડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ, ફરિદાબાદ સુધી અનુભવાય હતી. ભૂકંપના આંચકા મોડી રાત સુધી અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને મોડી રાત સુધી ઘરની બહાર બેસી રહ્યાં હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભૂકંપના કારણે થયું ભારે નુકસાન
એએફપીનીના અહેવાલ અનુસાર USGS એ જાનહાનિની શક્યતા વ્યક્ત કરી છે, જોકે ભૂકંપથી પ્રભાવિત પર્વતીય, ગ્રામીણ વિસ્તારમાં કોઈ મૃત્યુની તાત્કાલિક જાણ કરવામાં આવી ન હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપના કારણે એક ડઝન જેટલા લોકોના જીવ ગયા છે. ડિસેમ્બરમાં આવેલા ભૂકંપમાં 148 લોકોએ જીવ ગુમાવ્યા હતા.