Bharuch : ગુજરાતમાં અવારનવાર શંકાસ્પદ કેમિકલ (Suspicious chemical)નો જથ્થો ઝડપાતો હોવાના સમાચાર પ્રકાશમાં આવે છે. ત્યારે ફરી એક વખત ભરૂચ એસઓજી (Bharuch SOG) દ્વારા 427 બેરલ શંકાસ્પદ કેમિકલ ઝડપી પાડવામાં આવ્યું છે. આ મામલે પોલીસે આશરે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
આ પણ વાંચો : હવે ખરીદો તમારા સપનાનું ઘર, હોમ લૉને લઈ આવ્યા મોટા સમાચાર
મળતી માહિતી અનુસાર, દહેજ જીઆઈડીસીમાં આવેલા પ્લોટ નંબર D-2/CH 82, ગુમાનદેવ કેમિકલ પ્રા.લી. કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસને આ વિશે બાતમી મળતા તપાસ આદરી હતી. જેમાં પતરાના શેડ નીચેથી આશરે 427 બેરેલ શંકાસ્પદ કેમિકલનો જથ્થો મળી આવ્યો હતો. આ અંગે પોલીસે ખરીદ બીલ અને પુરાવા અંગે પૂછતાછ કરતા સંતોષકારક જવાબ ન મળતા મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ઉપરાંત એફએસએલ અધિકારીઓને બોલાવી જરૂરી સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ તો આ કેમિકલ ક્યાંથી આવ્યું, કેમિકલ ક્યા પ્રકારનું છે અને ક્યાં મોકલવાનું હતુ. તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે. પકડાયેલા મુદ્દામાલમાં 17 લાખ 8 હજારનું કેમિકલ, 5000ની કિંમતનું ડિવીઆર મળી કુલ 17,13,000 રૂપિયાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો : સશસ્ત્ર દળોના સન્માનમાં અમદાવાદમાં યોજાઈ Marathon, 20 હજારથી વધુ લોકોએ લીધો ભાગ
એફ.એફ.એલ. સેમ્પલ રીપોર્ટ આવે પછી આગળની વધુ તપાસ કરવામાં આવશે. ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ. એ. ચૌધરી તથા એ.એસ.આઈ. ગોવિંદરાવ લક્ષ્મણરાવ તથા અ.હે.કો. શૈલેષભાઈ ઈશ્વરભાઈ, અ.હે.કો ગજેન્દ્રસિંહ જેણસિંહ તથા પો.કો. સુરેશભાઈ રામસીંગભાઈ, પો.કો. તનવીર મહંમદ ફારૂકનાઓ દ્વારા પાર પાડવામાં આવી હતી.