Ayodhya Ram Mandir : અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ પર ભવ્ય, દિવ્ય રામમંદિર લગભગ તૈયાર થઈ ગયું છે. 22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામનગરીને શણગારવામાં આવી રહી છે. શ્રદ્ધાળુઓના સ્વાગત માટે રામનગરીના દરેક માર્ગને પ્રકાશિત કરવામાં આવશે. ત્યારે અયોધ્યા ધામમાં નવનિર્મિત રામમંદિરના ધર્મ પથ પર સ્થાપવામાં આવેલા સૂર્ય સ્તંભ (Surya Stambh) દર્શનાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
આ પણ વાંચો : 12 Dec nu Rashifal: આપનો દિવસ શુભ રહે
રામનગરીમાં પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ધર્મ પથ પર 40 જગ્યાએ સૂર્ય સ્તંભ (Surya Stambh) બનાવવામાં આવી રહ્યાં છે. જે અયોધ્યાને વધુ આકર્ષક બનાવશે. આ સિવાય બે ડઝનથી પણ વધુ જગ્યાઓ પર નિર્માણાધિન શ્રીરામ સ્તંભ પણ રામનગરીની શોભામાં વધારો કરશે. જે શ્રદ્ધાળુના આકર્ષણનું કેન્દ્ર બનશે. સૂર્ય સ્તંભનું નિર્માણ કરનાર મહારાષ્ટ્રની સન સીટી ઈનોવેશન કંપનીના આર્ટિટેક્ટ સચિન કહે છે કે જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ ભોગવીને અયોધ્યા પહોંચ્યા ત્યારે અયોધ્યામાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. એ જ દ્રશ્યને વધુ એકવાર પુર્નજીવિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
તેઓએ જણાવ્યું કે ધર્મપથ પર બંને સાઇડ આશરે નવ ફૂટ ઊંચા 20-20 સૂર્ય સ્તંભ સ્થાપવામાં આવશે. સ્તંભ ઉપર લગાવામાં આવેલી લાઇટ રાતે પણ સૂર્યના પ્રકાશ જેવો અનુભવ કરાવશે. આ કામ આ જ મહિને પૂર્ણ કરવાનો પ્રયાસ છે. ધર્મપથ પર સૂર્ય સ્તંભમાં ગદા અને ધનુષનું ચિન્હ બનેલુ હશે. તેના ઉપર ગોળ લાઇટ મુકવામાં આવશે જે સૂર્ય જેમ પ્રકાશ આપશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઉલ્લેખનીય છે, કે રામમંદિરના નિર્માણને લઈ પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. રામ મંદિર ટ્રસ્ટ અનુસાર મંદિર બનાવવાની કામગીરી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. જ્યારે આગામી વર્ષ 22 જાન્યુઆરીએ રામ મંદિરમાં ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રાણ પ્રતિષ્ઠામાં પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક વીવીઆઈપી લોકો હાજરી આપશે. તેમજ 4 હજાર જેટલા સાધુ સંતોને પણ નિમંત્રણ આપવામાં આવ્યું છે.