આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી માંડીને

સૂર્ય નમસ્કાર કરવા થઈ જાવ તૈયાર, ગ્રામ્યકક્ષાથી લઈને રાજ્યકક્ષા સુધીની યોજાશે સ્પર્ધા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Junagadh: આરોગ્ય અને ફિટનેસ માટે ફાયદારૂપ એવા સૂર્ય નમસ્કારની સ્પર્ધાનું (Surya Namaskar competition) આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધા ગ્રામ્યકક્ષાથી માંડીને રાજ્યકક્ષા સુધીની યોજાશે. જેમાં વિજેતા બનનારને રાજ્ય સરકાર દ્વારા પુરસ્કૃત કરવામાં આવશે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

નગરપાલિકા અને મહાનગરપાલિકા વિસ્તારમાં વોર્ડવાર આ સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે.

સ્પર્ધકો 9થી 18, 19થી 40 અને 41 વર્ષથી વધુ વયના લોકો આ સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ શકશે. આમ, ત્રણ વયજૂથ કેટેગરીમાં યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે એક લિંક પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન માટેની લિંક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગ્રામ્ય કક્ષાએ અને વોર્ડ વાર સ્પર્ધા 10 મિનિટમાં 11 સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. ત્યાર પછી તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાની સ્પર્ધાઓમાં માપદંડ મુજબ વધુ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે.

સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં વિજેતા બનવા માટે ઓછા સમયમાં વધુ સૂર્ય નમસ્કાર કરવા, યોગ્ય મુદ્રાઓમાં સૂર્ય નમસ્કાર કરવા સહિતના માપદંડ રહેશે.

જૂનાગઢ શહેરમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવા માટે મહાનગરપાલિકા ખાતે સંબંધીત અધિકારીઓની એક બેઠક પણ યોજવામાં આવી હતી.

આ પણ વાંચો: કચ્છ જીલ્લામાં 10 ડિસેમ્બરે થસે પોલીયો રાઉન્ડની ઉજવણી

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.