Jagdish, Khabri Media Gujarat
Surat : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે સુરતના ખજોદ ખાતે નવનિર્મિત રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરત મહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. સાથે જ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
આ પણ વાંચો : Gandhinagar : 4,159 નવ નિયુક્ત કર્મીઓને નિમણુંક પત્રો એનાયત કરાયાં
બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, “સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમથી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદ-વેચાણ થશે. તેમજ દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે.” સાથે સાથે સીએમ પટેલે સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો : 6 આદતોને અપનાવો, પૈસા આવશે, કરોડપતિ બનતા સમય નહીં લાગે
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક, મ્યુ.કમિશનરશ્રી શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનરશ્રી અજય તોમર, સુડાના સી.ઈ.ઓ., સુરત ડાયમંડ બુર્સના શ્રી મથુરભાઈ સવાણી, સવજીભાઈ ધોળકિયા, બુર્સ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.