Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે શુક્રવારે આતંકી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા બાંગ્લાદેશી નાગરિકની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું કે આરોપીની ઓળખ અબુ બકર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અબુ બકર નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની તપાસમાં પણ વોન્ટેડ હતો. પોલીસે બકર પાસેથી નકલી આધારકાર્ડ અને બાંગ્લાદેશી નાગરિકતા કાર્ડ જપ્ત કર્યું છે.
આ પણ વાંચો: વિદેશમંત્રી એસ. જયશંકરે ઓમાનના મંત્રી સાથે પશ્ચિમ-એશિયામાં વધતા સંઘર્ષ પર કરી ચર્ચા
પોલીસે જણાવ્યું કે આરોપીઓ પાસેથી અંગ્રેજી અને બંગાળી ભાષામાં જન્મ પ્રમાણપત્રો પણ મળી આવ્યા છે. તેની પાસે બે મોબાઈલ ફોન હતા જે જપ્ત કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન બકરે જણાવ્યું કે તેણે પોતાનું નામ બદલી નાખ્યું છે અને 2015થી અમદાવાદમાં રહેતો હતો. તે ગેરકાયદેસર રીતે ભારત આવ્યો હતો અને અહીં આવ્યા બાદ નકલી આધારકાર્ડ બનાવ્યું હતું. બાબતે તપાસ ચાલુ છે.