Jagdish, Khabri Media Gujarat
Supreme Court Warning Patanjali : સુપ્રીમ કોર્ટે (Supreme Court) રામદેવ બાબા (Ramdev baba)ની કંપની પતંજલિ Patanjali) આયુર્વેદિકને ફટકાર લગાવી છે. કોર્ટે એલોપેથિક દવાઓને લઈ પતંજલિના ભ્રામક વિજ્ઞાપનોને લઈ કંપનીને આડે હાથ લીધી છે.
આ પણ વાંચો : Ahmedabad : તોડકાંડ મામલે IPS સફીન હસનની તાબડતોડ કાર્યવાહી
જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની બેચે પતંજલીને ચેતવણી આપતા કહ્યું કે, જો તેમનું ઉત્પાદકોને લઈ આવી રીતે જ ભ્રામક વિજ્ઞાપનોનું પ્રસારણ શરૂ રહેશે તો તેના પર એક કરોડ રૂપિયાનો દંડ લાગી શકે છે.
કોર્ટે પતંજલી આયુર્વેદને ભવિષ્યમાં આ પ્રકારના ભ્રામક વિજ્ઞાપન પ્રકાશિત ન કરવાની સલાહ આપી છે. અદાલતે કહ્યું કે પતંજલિએ નક્કી કરવું પડશે કે તે પ્રેસમાં આ પ્રકારના નિવેદનથી દૂર રહે.
ત્યાર બાદ કોર્ટે નિર્દેશ આપ્યો કે પતંજલિ આયુર્વેદ ભવિષ્યમાં એવી કોઈ જાહેરાત પ્રકાશિત નહિ કરે અને એ નક્કી કરશે કે તેના દ્વારા પ્રેસમાં આ પ્રકારના કેજ્યુઅલ સ્ટેટમેન્ટ નહિ આપવામાં આવે. તેની સાથે આ મુદ્દાને એલોપેથી વિરુદ્ધ આયુર્વેદની દલીલ ન સર્જાય તેવી સલાહ પણ આપી હતી.
આ પણ વાંચો : ‘PM મોદી પનોતી’, રાહુલ ગાંધીનું વિવાદાસ્પદ નિવેદન, બીજેપીએ પલટવાર કર્યો
કોર્ટે આ નિર્દેશ ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કરેલી અરજી પર આપ્યો છે. આ અરજીમાં કહેવાયું છે, કે પતંજલિના ભ્રામક વિજ્ઞાપનથી એલોપેથી દવાઓની ઉપેક્ષા થઈ રહી છે.
આઈએમએએ કહ્યું હતુ કે પતંજલિના દાવાઓની પુષ્ટિ નથી થઈ અને ડ્રગ્સ એન્ડ અધર મેજિક રેડેમીડ એક્ટ 1954 અને કન્જ્યુમર પ્રોટેક્શન એક્ટ 2019 જેવા કાયદાઓનું ઉલ્લંઘન થયું છે. આ મામલે આગામી સુનાવણી હવે પાંચ ફેબ્રઆરી 2024ના રોજ થશે.
શું છે મામલો?
પતંજલિ આયુર્વેદે દાવો કર્યો હતો, કે તેમના પ્રોડક્ટ કોરોનિલ અને સ્વસારીથી કોરોનાની સારવાર થઈ શકે છે. આ દાવા પછી કંપનીને આયુષ મંત્રાલયે ફટકાર લગાવી હતી. તેમજ તેના પ્રમોશન પર તરત જ પ્રતિબંધ લગાવવા કહ્યું હતુ.