Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot News: રાજ્ય સરકારના આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભાઓ, ધાત્રી માતાઓ, 6 માસથી 6 વર્ષ સુધીના બાળકો તથા કિશોરીઓને સુપોષિત કરવા પૂરક પોષણ માટે ટેક હોમ રાશન-ટીએચઆરની સેવા આપવામાં આવે છે. જે અંતર્ગત અમુલ દ્વારા બનાવેલ બાલશક્તિ, માતૃશક્તિ તેમજ પુર્ણાશક્તિના સૂક્ષ્મ પોષક તત્વ સહિતના પેકેટ આપવામાં આવે છે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીવન ચક્ર- સ્વસ્થ માતા, સ્વસ્થ બાળ, સ્વસ્થ કિશોરી ભવિષ્યની સ્વસ્થ માતાના ખ્યાલ સાથે પોષણ ચક્રના વિચારને ધ્યાનમાં લઇ કુપોષણ નાબુદ કરી ભારતના ભવિષ્યને સ્વસ્થ- સુપોષિત કરવાના નિર્ધાર સાથે પોષણ નાબુદી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લામાં કામગીરી કરવામાં આવી રહી છે.
રાજકોટ જિલ્લામાં આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા ટેક હોમ રાશન અંતર્ગત છ માસથી ત્રણ વર્ષના 43113 બાળકો, ત્રણ વર્ષથી 6 વર્ષના 28406 બાળકો, 9434 સગર્ભાઓ, 7336 ધાત્રીમાતાઓ અને 32094 કિશોરીઓને પૂરક પોષણ માટેના પેકેટનો લાભ આપવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો: સરકારી યોજનાના લાભો નાગરિકો સુધી પહોંચાડવા રાજકોટ કલેક્ટરની સુચના
આ પૂરક પોષણ દ્વારા લાભાર્થીના શારીરિક- માનસિક વિકાસમાં પ્રગતિ જોવા મળી રહી છે. આમ જિલ્લાના 1 લાખ 20 હજાર 383 લાભાર્થીઓને રાજય સરકાર દ્વારા નિ:શુલ્ક પૂરક પોષણ આપવામાં આવી રહ્યું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.