Suicide attack in Pakistan : પાકિસ્તાનના ખૈબર પખ્તુનવામાં મોટો આત્મઘાતી હુમલો થયાના સમાચાર સામે આવી રહ્યાં છે. આ હુમલામાં 6 ચીની નાગરિકોના મોત થયા છે. ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં તેના કાફલા પર હુમલો થયો છે. આત્મઘાતી હુમલાખોરે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો – અમેરિકામાં મોટી દુર્ઘટના, જહાજની ટક્કરથી ધરાશાયી પુલ પાણીમાં ગરકાવ
Suicide attack in Pakistan : પાકિસ્તાનના ખૈબર પુખ્તુનવામાં એક આત્મઘાતી હુમલામાં છ ચીની નાગરિકોના મોત થયા છે. જણાવાય રહ્યું છે કે હુમલાખોરે તેઓના કાફલાને નિશાન બનાવ્યો હતો. સ્થાનીક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાના શાંગલામાં એક આત્મઘાતી હુમલાખોર દ્વારા કરાયેલા વિસ્ફોટમાં 6 ચીની નાગરિકોના મોત થયા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર હુમલાખોરોએ નવલ એરબેઝ પર હુમલો કર્યો છે. જેમાં એક સૈનિક પણ મોતને ભેટ્યો છે. જણાવાય રહ્યું છે કે આ એરબેઝ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર માટે મહત્વપૂર્ણ છે.
પોર્ટને પણ આતંકવાદીઓએ બનાવ્યુ નિશાન
પાકિસ્તાનમાં અવારનવાર આતંકી હુમલાઓ થતા રહે છે. આ પહેલા 20 માર્ચે બલુચિસ્તાન લિબરેશન આર્મીના લડાકુઓએ ગ્વાદર પોર્ટને નિશાન બનાવ્યું હતુ. પાકિસ્તાન આ પાર્ટને ચીનની મદદથી ડેવલપ કરી રહ્યું છે. જેનો બલુચના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. બીએલએ કે બલુચિસ્તાન લિબરેશન આર્મી દ્વારા ચીની નાગરિકોને વારંવાર નિશાન બનાવામાં આવે છે.