Success Story : શ્રીપતિના પરિવારના નજીકના સૂત્રોએ કહ્યુ કે તેઓએ નવેમ્બર 2023માં 250 કિમી દૂર ચેન્નઈમાં પરિક્ષા આપી અને થોડા દિવસો પછી પસંદગી થતા તેણે ઈન્ટરવ્યુમાં ભાગ લીધો. તેઓએ કહ્યું કે તેના ગામમાં પણ આ પદ માટે પસંદગી થતા ઢોલ, માળા સાથે સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો : જાણો, કોણ છે રતન ટાટાના સૌથી વિશ્વાસુ, કેટલી છે સેલેરી?
Success Story : 23 વર્ષની આદિવાસી યુવતી શ્રીમતિએ (Tribal Girl) તમિલનાડુ લોકસેવા આયોગ દ્વારા લેવામાં આવતી સિવિલ કોર્ટ જજ (Civil Court Judge) પરીક્ષાને પાસ કરી ઇતિહાસ રચ્યો છે. વી શ્રીપતિ, થિરુપાથુર જિલ્લાના પુલિયુર ગામમાં મલયાલી જનજાતિ સંબંધિત યેલાગિરી હિલ્સની રહેવાસી છે. તેની ઉપલબ્ધિએ મુખ્યમંત્રી એમકે સ્ટાલિન (MK Stalin) સહિત ઘણાં લોકોની ધ્યાન પોતાના તરફ ખેંચ્યુ છે. એટલા માટે નહિ કે તે રાજ્યના સૌથી પછાત પહાડી વિસ્તારમાંથી આવે છે. પરંતુ એટલા માટે કે તેઓએ બાળકને જન્મ આપ્યાના થોડા દિવસોમાં જ પરીક્ષા આપી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સીએમ એમકે સ્ટાલિને કરી પ્રસંશા
સીએમ એમકે સ્ટાલિને (MK Stalin) શ્રીપતિની (Shreepati) ઉપલબ્ધિની પ્રસંશા કરી છે. તઓએ સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરતા લખ્યુ કે, મને એ જોઈને આનંદ થયો કે એક વંચિત પર્વતીય ગામની એક આદિવાસી યુવતીએ આટલી નાની ઉમરે મોટી ઉપલબ્ધિ મેળવી છે. મને એ જાણીને ગર્વ છે કે શ્રીપતિની તે આદેશ દ્વારા જજ તરીકે પસંદગી કરવામાં આવી છે જે અમારી દ્રવિડ મોડેલ સરકાર તમિલમાં શિક્ષિત લોકો માટે સરકારી નોકરીઓમાં પ્રાથમિકતા તરીકે લાવી છે. તેની સફળતામાં સહિયોગ આપવા માટે તેની માં અને પતિનો ધન્યવાદ! તમિલનાડુનો જવાબ એ શ્રીપતિ જેવા લોકોની સફળતા છે જેઓ સામાજિક ન્યાય શબ્દ ઉચ્ચારવાની હિંમત કર્યા વિના તમિલનાડુ આવે છે.’
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મુશ્કેલ પરિસ્થિતિમાં આપી પરીક્ષા – ઉદયનિધી સ્ટાલિન
રમતગમત મંત્રી ઉધયનિધિ સ્ટાલિને પણ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ‘X’ (અગાઉના ટ્વિટર) પર વી શ્રીપતિની પ્રશંસા કરી અને લખ્યું, ‘અમે ખુશ છીએ કે તમિલ માધ્યમમાં ભણેલા લોકોને સરકારી નોકરીઓમાં પ્રાધાન્ય આપવા માટે અમારી દ્રવિડિયન મોડલ સરકારના વટહુકમ દ્વારા બહેન શ્રીપતિની ન્યાયશાસ્ત્રના ન્યાયાધીશ તરીકે પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને, બાળકને જન્મ આપ્યાના બે દિવસ પછી પરીક્ષા આપવાની મુશ્કેલ પરિસ્થિતિમાં. પોતાનો જીવ જોખમમાં મૂકીને પરીક્ષા માટે લાંબા અંતરની મુસાફરી કરવાનો તેમનો નિર્ણય પ્રશંસનીય છે. શ્રીપતિના સપનાને જીવો, જે અન્ય લોકો માટે ઉદાહરણ છે, કારણ કે શિક્ષણ એ એકમાત્ર અવિનાશી સંપત્તિ છે.
આ પણ વાંચો : ગુજરાતના વિકાસ મોડલના પાયામાં સુશાસન – ઋષિકેશ પટેલ
શ્રીપતિના પરિવારના નજીકના સૂત્રોએ કહ્યું કે, તેઓએ નવેમ્બર 2023માં 250 કિલોમીટર દૂર ચેન્નઈ પરીક્ષા આપી અને કેટલાક દિવસ પહેલા ફાઈનલ સિલેક્શન માટે ઈન્ટરવ્યું આપ્યો હતો. તેઓએ કહ્યું કે તેના ગામમાં પણ તેની આ પદ પર પસંદગી થતા ઢોલ, માળા અને ભવ્યા રેલી સાથે તેના સ્વાગત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આપને જણાવી દઈએ કે, શ્રીપતિએ બીએ અને બેચલર ઓફ લો કરતા પહેલા યેલાગિરી હિલ્સમાં જ પોતાનુ શિક્ષણ પૂરુ કર્યુ હતુ.