Heart Atteck બન્યો સાઇલન્ટ કિલર, ચાલુ ક્લાસે વિદ્યાર્થિની ઢળી પડી

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat :

Heart Atteck News : ગુજરાતમાં ચિંતાજનક રીતે હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. વૃદ્ધો તો ઠીક પરંતુ હવે યુવાનો અને બાળકોમાં પણ હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. હજુ ગઈ કાલે ભરુચમાં 10 વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો હોવાની ઘટના તાજી છે. ત્યાં આજે અમરેલીમાં ચાલુ ક્લાસે વિદ્યાર્થિની ઢળી પડી હતી.

આ પણ વાંચો : રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ રાજકોટમાં યોજી બેઠક, આપી આ સૂચના

મળતી માહિતી અનુસાર, અમરેલીમાં શાંતાબા ગજેરા વિદ્યા સંકુલમાં અભ્યાસ કરતી ધોરણ 9ની વિદ્યાર્થિનીને ચાલુ ક્લાસે ઢળી પડી હતી. ગજેરા સંકુલમાં અભ્યાસ કરતી અને જસદણના વિંછીયા ગામે રહેતી સાક્ષી ક્લાસ રૂમમાં પેપર લખતા લખતા ઢળી પડી હતી. અચાનક વિદ્યાર્થિની તબિયત લથડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી. જો કે તે પહેલા જ વિદ્યાર્થિનીનું મોત થયું હતુ. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે વિદ્યાર્થિનીનું મોત થયું હોવાનું તારણ છે. પરંતુ સાચી હકિકત પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવશે. નાની વયે દીકરીનું મોત થતા પરિવારજનો આઘાતમાં સરી ગયા હતા.

આ પણ વાંચો : Elvish Yadav FIR : જાણો, કેટલામાં વેંચાય છે કોબ્રા સાપનું 10 ગ્રામ ઝેર

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં યુવાનો બાદ હવે બાળકોમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે. હજુ ભરુચમાં 10 વર્ષની બાળકીનું હાર્ટ એટેક આવવાથી મોત થયાની ઘટના તાજી છે. ભરુચના વાલિયામાં રહેતી ચોથા ધોરણાં અભ્યાસ કરતી બાળકીનું હાર્ટ એટેક બાદ મોત થયું હતુ.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.