Share Market : 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી બાદ પરિણામ જાહેર થતા શેર બજાર (Share Market)માં ભારે તેજી જોવા મળી હતી. પરંતું ગત ત્રણ દિવસથી સ્ટોક માર્કેટ (Stock Market)માં તોફાની તેજીને ગુરુવારે બ્રેક લાગી છે. બીએસઈના 30 શેરોવાળા સેન્સેક્સમાં 300 અંકનું ગાબડું પડ્યું છે. જેમાં સૌથી વધુ નુકસાન પેટીએમના શેરોમાં રોકાણ કરનારને થયું છે. બજાર ખુલતાની સાથે જ આ સ્ટોકમાં લોઅર સર્કિટ જોવા મળી હતી.
આ પણ વાંચો : ગરબાને વૈશ્વિક સન્માન મળતાં ગુજરાત સરકારની ભવ્ય ઉજવણી
છેલ્લા 3 દિવસથી શેર માર્કેટ (Share Market)માં સતત આગ ઝરતી તેજી જોવા મળી રહી હતી અને સેન્સેક્સ તેમજ નિફ્ટી ઊંચાઈ પર પહોંચ્યા હતા. ચૂંટણી પરિણામોની જાહેરાત બાદ સપ્તાહના પહેલા ગત સોમવારે તો સેન્સેક્સ 1300 આંકના વધારા સાથે બંધ થયું હતુ. જ્યારે નિફ્ટી પણ રોકેટની ગતિએ 21000ની સપાટી નજીક પહોંચ્યું હતુ. પરંતુ ગુરુવારે બજારની તેજી મંદીમાં ફેરવાઈ ગઇ. આ આર્ટિકલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં BSE Sensex 318 આંક નીચે 69,337.67ની સપાટી પર ટ્રેડ કરી રહ્યો હતો. સવારે 9.15 વાગ્યે સેન્સેક્સ 69,694ની સપાટીએ ખુલ્યું હતુ.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
Sensexની સાથે નિફ્ટ-50માં પણ ઘટાડો જોવા મળ્યો છે અને આ ઈન્ડેક્સ 20,932ની સપાટી પર ખુલ્યો અને લાલ નિશાન પર ટ્રેડ કરતા સમાચાર લખાઈ રહ્યાં છે ત્યાં સુધીમાં આશરે 70 અંક તુટીને 20,872ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું છે. તે દરમિયાન સૌથી વધુ ઘટાડો ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ પેટીએમ (Paytm)ના શેરોમાં જોવા મળ્યો. બજાર ખુલતાની સાથે જ તેમાં 20 ટકા જેટલુ લોઅર સર્કિટ જોવા મળ્યું હતુ.