તુંવર મુજાહિદ; અમદાવાદ
રાજ્યમાં કોવિડ મહામારી પછી યુવાઓમાં આવેલા હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. આ હાર્ટએટેક પાછળના કારણો જાણવા માટે સંશોધન પણ કરાવી રહી છે. આ અંગેના રિપોર્ટ પણ ટૂંક સમયમાં સામે આવશે. પરંતુ તે પહેલા રાજ્યમાં પ્રતિદિવસ યુવાઓના મોત થઈ રહ્યાં છે. આજે એટલે 19 ઓગટોબરે એક સાથે ચાર યુવાઓના મોત થતાં હાંહાકાર મચી ગયો છે.
રાજ્યમાં એક તરફ નવરાત્રીની ઉજવણી જોરશોરથી ચાલી રહી છે. તો બીજી તરફ ખૈલેયાઓના મોત થતાં ડરનો માહોલ ઉભો થઈ રહ્યો છે. રાજ્યમાં વિવિધ સ્થાનો પર હાર્ટએટેકના કારણે ચાર લોકોના મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. જેમાં સૌથી ચોંકવનારી ઘટના અમરેલીના રાજુલામાં બની છે, જ્યાં 23 વર્ષિય યુવકનું હાર્ટએટેકના કારણે મોત નિપજ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, અમરેલી જિલ્લાના રાજુલામાં 23 વર્ષીય દિનેશ શિયાળ નામનો યુવક નવરાત્રીમાં રામાપીરના આખ્યાનમાં ભાગ લેવા માટે પહોંચ્યો હતો. જ્યાં અચાનક જ યુવકને હાર્ટએટેક આવ્યો હતો અને જેના કારણે દોડધામ મચી ગઈ હતી. જે પછી તેનું અવસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો- હવે તો હવામાન પણ દાંડિયા રમે છે
આ અગાઉ દ્વારકા જિલ્લામાં એક જ દિવસમાં હાર્ટએટેકથી બેના મોત થયા હોવાનું સામે આવ્યું હતું. જેમાં ઠાકર શેરડી ગામે 42 વર્ષીય વેલજીભાઈનું હાર્ટએટેકથી મોત થયું છે. જ્યારે શકિતનગર ખંભાળિયામાં આધેડનું હાર્ટએટેકથી મોત થયું છે. ખાસ નોંધ કરવા જેવી બાબાત એ છેકે, બંને વ્યક્તિઓ ખેતી કામ કરતી વખતે હાર્ટએટેક આવ્યો હતો. જીલ્લામાં એક જ દિવસમાં બે ખેડૂતોના હાર્ટ એટેક થી મોત થતા ધરતીપુત્રોમાં ગમગીની છવાય છે.
અન્ય એક ઘટનામાં જામનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત થયુ છે. જેમાં સેના નગરમાં રહેતા 24 વર્ષીય યુવાનનું મોત થયુ છે. રવિ પરબતભાઈ લુણા નામના વ્યક્તિને એકાએક હૃદય બંધ થઈ જતા મૃત્યુથી પરિવારમાં શોકની લાગણી છવાઇ છે. ગતરોજ યુવાનને તાવ શરદી સંબંધિત શારીરિક તકલીફ હોવાના કારણે ખાનગી હોસ્પિટલમાં દવા લેવા ગયા બાદ અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
આ પણ વાંચો-ટચુકડી વાત by Shivangee