Sports News: રમતગમત ક્ષેત્રે પ્રતિભાઓને આગળ લાવવા માટે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષે જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજના હેઠળ ખેલાડીઓની પસંદગી પ્રક્રિયા બાદ તેઓને ખાસ પ્રશિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ખેલાડીઓ આગળ જતા વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ ઉચ્ચસ્થરે પસંદગી પામતા હોઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજકોટ સ્થિત જી. કે. ધોળકિયા જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલમાં ચાલુ વર્ષે આ યોજનામાં જુડો ઉપરાંત નવી રમત ખોખો ફાળવવામાં આવી છે. આગામી 33 સબ જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશીપ અને 42 જુનિયર નેશનલ ખો – ખો ચેમ્પિયનશીપ (Junior National Kho-Kho Championship) માટે ગુજરાત રાજ્ય ખો-ખો એસોસિએશનની સબ જુનિયર અને જુનિયર ભાઈઓ અને બહેનોનું સિલેક્શન ગત તા.03/12/2023ના રોજ વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જેમાં રાજકોટની ખેલાડી વંશ ઉર્વશીની જયારે અન્ય ખેલાડી વાજા દર્શનાનું ફર્સ્ટ સ્ટેન્ડ બાય તરીકે ચયન કરવામાં આવેલા છે. આ સ્પર્ધા આગામી 13થી 17 ડિસેમ્બર દરમિયાન કર્ણાટકના કલ્પતરુ સ્ટેડિયમ ખાતે યોજનાર છે.
જિલ્લા રમત વિકાસ અધિકારી રમા મદ્રા વતી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ના ડિસ્ટ્રિક્ટ કોચ સુદીપ મ્હસ્કર અને ટ્રેનર અનિલ ડાભી તેમજ ખેલાડી અને શાળા પરિવારને શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. રાજકોટ શહેર ખો-ખો એસોસિએશનના મંત્રી મયુર ટોળીયા દ્વારા આ બંને ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
આ પણ વાંચો: લોકવિજ્ઞાન કેન્દ્ર ખાતે શુક્ર-ચંદ્ર યુતિનું અધ્યતન ટેલિસ્કોપ દ્વારા નિદર્શન કરાશે
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.