Sonipat : હાઇરાઈઝ બિલ્ડીંગમાં આગનું તાંડવ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Sonipat : દિવાળીની પૂર્વ સંધ્યાએ હરિયાણાના સોનિપત જિલ્લામાં આવેલી સોસાયટીની હાઇરાઈઝ બિલ્ડીંગમાં મોડી રાત્રે આગની ઘટના સામે આવી છે. નેશનલ હાઈવે નં. 44 પર આવેલી એપેક્સ ગ્રીન નામની સોસાયટીના સી બ્લોકમાં 7માં માળે આગનું તાંડવ જોવા મળ્યું હતુ.

આ પણ વાંચો : ગુજરાતમાં સૌપ્રથમ વાર IVF ટેક્નોલજીથી વાછરડીના જન્મમાં મળી સફળતા

આગના લીધે બિલ્ડીંગના 7માં માળે રહેલા ફ્લેટમાં લોકો ફસાઈ ગયા હતા. તેઓએ બેડશિટના આધારે નીચે ઉતર્યાં હતા. જો કે હજુ સુધી ક્યાં કારણે આગ લાગી તેના જાણવા મળ્યું નથી.

આગ લાગ્યાની જાણ થતા ફાયર વિભાગના કર્માચારીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે. આ ઘટનામાં કેટલાક લોકોને અસર થઈ હોવાનું પણ સામે આવ્યું છે. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

સ્થાનિક તંત્ર અને ફાયર સર્વિસે બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ આદર્યુ હતુ. તેમજ ફાયર વિભાગના સાધનો પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું, કે આધુનિક ઉપકરણ ન હોવાથી લોકોને રેસ્ક્યુ કરવામાં ભારે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

આગના કારણે 14 માળની બિલ્ડિંગના 7માં માળે રહેતા તમામ 50 લોકોથી વધુ લોકો ફસાઈ ગયા હતા. સોનિપત ફાયર વિભાગે પાસ હાઈડ્રોલિક પ્લેટફોર્મ ન હોવાથી લોકોને દોરડા, બેડશીટ, અને સાડીઓના સહારે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યાં હતા.

આ પણ વાંચો : બેસતું વર્ષ અને ચોપડા પૂજન નું મુર્હત

ફાયર વિભાગની પાંચ ગાડીઓએ મોડી રાત્રે આગ પર કાબુ મેળવી લીધો છે. આપને જણાવીએ દઈએ કે સાતમાં માળે જે ફ્લેટમાં આગ લાગી હતી. તેમાં એક પરિવારના 3 સભ્યો મોડી રાત સુધી ફસાયા હતા. તેઓને બાલકનીના રસ્તે દોરડાની મદદથી નીચે ઉતરવામાં આવ્યાં હતા.