…તો ભારત છોડી દઈશુ, WhatsApp એ કેમ કહ્યું આવું?

ખબરી ગુજરાત બિઝનેસ
Spread the love

WhatsApp : ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppનો ભારતમાં બહોળો યુઝર વર્ગ છે. પરંતુ હવે વ્હોટ્સએપ યુઝર્સ માટે આંચકારૂપ સમાચાર સામે આવી રહ્યાં છે. આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

આ પણ વાંચો – લગ્ન પ્રસંગ દરમિયાન આતશબાજીએ લીધો પરિવારનો ભોગ

PIC – Social Media

WhatsApp : સોશિયલ મીડિયા પ્લેટફોર્મ WhatsAppએ દિલ્હી હાઇકોર્ટમાં એન્ક્રિપ્શન દૂર કરવાનો ઇનકાર કરી દીધો છે અને સ્પષ્ટ રીતે કહ્યું છે, કે જો તેને એન્ક્રિપ્શન હટાવવાનું કહેવામાં આવ્યું તો તે ભારત છોડી દેશે. WhatsAppએ દિલ્હી હાઇકોર્ટમાં જણાવ્યું છે કે જો તેને મેસેજ એન્ક્રિપ્શન તોડવા માટે મજબૂર કરવામાં આવશે તો વ્હોટ્સએપને ભારતમાં અસરકારક રીતે બંધ કરી દેશે. મેટાના સ્વામીત્વ વાળી કંપની વ્હોટ્સએપને કહ્યું, કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન તે સુનિશ્ચિત કરીને યુઝર્સની પ્રાવસીનું રક્ષણ કરે છે. તેના દ્વારા સુનિશ્ચિત કરવામાં આવે છે કે મેસેજ મોકલનાર અને પ્રાપ્ત કરનાર જ અંદરના કેન્ટેટ વિશે જાણી શકે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

IT નિયમોને ચેલેન્જ આપી રહ્યું છે મેટા

મેટાની કંપની વ્હોટ્સએપે આઈટી નિયમ 2021ને પડકાર આપ્યો છે. મહત્વનું છે કે ભારતમાં ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપના 400 મિલિયન એટલે કે 40 કરોડથી પણ વધુ યુઝર્સ છે. જે આ પ્લેટફોર્મ માટે સૌથી મોટુ બજાર બનાવે છે.

ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર, WhatsApp દ્વારા કોર્ટમાં વકીલ તેજસ કરિયાએ ડિવિઝન બેન્ચને જણાવ્યું કે, એક પ્લેટફોર્મ તરીકે અમે કહી રહ્યાં છીએ કે જો અમને એન્ક્રિપ્શન તોડવાનું કહેવામાં આવે છે. તો વ્હોટ્સએપ નહિ રહે. કરિયાએ કહ્યું કે લોકો વ્હોટ્સએપનો પ્રાઇવસી ફીચરના કારણે ઉપયોગ કરી રહ્યાં છે. જે કંપની દ્વારા ઉપલબ્ધ કરાવામાં આવ્યું છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

શું છે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન?

એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન એક કમ્યુનિકેશન સિસ્ટમ છે. જેમાં મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર સિવાય કોઈ અન્ય સામેલ નથી હોતુ. ત્યાં સુધી કે કંપની પણ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શનમાં યુઝર્સના મેસેજ જોઈ શકતી નથી. કંપનીએ કોર્ટમાં કહ્યું કે નવા નિયમોથી યુઝર્સની પ્રાઇવરી જોખમમાં આવી શકે છે. સરકારે આ માટે નવા પ્લેટફોર્મ સાથે કન્સલ્ટ પણ કર્યું નથી.