Haryana Accident : હરિયાણાના મહેન્દ્રગઢમાં સર્જાયેલી દુર્ઘટનામાં ચોંકવનારો ખુલાસો થયો છે. બસનો ડ્રાઇવર નશાની હાલતમાં હતો તેને બસ ચલાવતો જોઈ ગામ લોકોએ તેની ચાવી ઝૂંટવી લીધી હતી. પરંતુ સ્કુલ પ્રિન્સિપાલની સાથે વાત થઈ તો કહેવામાં આવ્યું કે તેઓ આ ડ્રાઇવરને હટાવી દેશે. અત્યારે તેને ચાવી આપીને જવા દો…
આ પણ વાંચો – 12 April 2024 : જાણો, આજનું રાશિફળ
Haryana Accident : હરિયાણાના મહેન્દ્રગઢમાં બાળકોને લઈ જતી સ્કુલ બસ પલટી જતા 6 બાળકોના મોત થયા હતા. આ ઘટનાને લઈ ખુલાસો થયો છે કે ગામલોકોએ ડ્રાઇવરને નશામાં જોઈ બસ રોકાવી તેની પાસેથી ચાવી ઝુંટવી લીધી હતી. ત્યાર બાદ સ્કુલ પ્રિન્સીપાલની સાથે જ્યારે ગામલોકોની વાત થઈ તો તેઓને કહેવામાં આવ્યું કે આજે ચાવી આપી દો. અમે આ ડ્રાઇવરને હટાવી દેઇશુ. જો શાળાનો આચાર્ય ગામલોકોની વાત માની ગયો હોત તો 6 બાળકોના જીવ બચી શક્યા હોત.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
જણાવી દઈએ કે હરિયાણામાં મહેન્દ્રગઢ જિલ્લાના કનીનામાં એક સ્કુલ બસ દુર્ઘટનામાં 6 બાળકોના મોત થયા હતા. જ્યારે 15થી વધુ બાળકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટાનાની જાણ થતા શિક્ષણ મંત્રી સીમા ત્રિખા રેવાડી અને મહેન્દ્રગઢ પહોંચી હતી. તેઓએ કહ્યું કે, આમાં સૌથી મોટી બેદરકારી એ છે કે રજાના દિવસે શાળા શરૂ રાખવામાં આવી. આ મામલે બસ ચાલકની સાથે શાળાના આચાર્ય અને સંચાલક વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવશે.
દુર્ઘટના કઈ રીતે સર્જાઈ? શું દુર્ઘટનાને રોકી શકાઈ હોત? આ મામલે કોની બેદરકારી છે? આ તમામ સવાલોને લઈ ઘટના સ્થળે પહુંચી પ્રત્યક્ષદર્શી સાથે વાતચીત કરવામાં આવી હતી. તે દરમિયાન લોકોએ જણાવ્યું કે જે જગ્યાએ દુર્ઘટના સર્જાય તે પહેલા માર્ગમાં જે ગામ આવે છે, ત્યાના ગામલોકોએ બસને રોકીને ચાવી ઝુંટવી લીધી હતી. કેમ કે બસનો ડ્રાઇવર નશામાં હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ત્યાર બાદ ગામલોકોને ફોન પર શાળાના આચાર્યએ વિશ્વાસ અપાવ્યો હતો કે તે આ ડ્રાઇવરને હટાવી દેશે. હાલ બસ ડ્રાઇવરને ચાવી આપી દો. ત્યાર બાદ ડ્રાઇવર ત્યાંથી બસ લઈને નિકળી ગયો અને થોડા અંતરે આવેલા ઉન્હાણી ગામ પાસે સ્પીડમાં જતી બસ બેકાબુ બની ઝાડ સાથે અથડાઈ હતી.