લોકસભા ચૂંટણી 2024 માટે બીજા તબક્કાનું મતદાન શરૂ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Lok Sabha Election 2024 Voting : દેશની 88 લોકસભા બેઠકો પર આજે મતદાન શરૂ છે. રાહુલ ગાંધી, શશિ થરુર, હેમા માલિની, ભૂપેશ બેઘલ, અરુણ ગોવિલ સહિત અનેક દિગ્ગજ નેતાઓનું ભાગ્ય આજે દાવ પર લાગ્યું છે.

આ પણ વાંચો – 26 April : જાણો, આજનો ઈતિહાસ

PIC – Social Media

Lok Sabha Election 2024 Voting : દેશના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર આજે બીજા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. આજે કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકમાં 14, રાજસ્થાનમાં 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં 8-8, મધ્ય પ્રદેશમાં 6, અસમ અને બિહારમાં 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢમાં 3-3, ત્રિપુરામાં અને જમ્મુ કાશ્મીરની 1-1 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

18મી લોકસભા ચૂંટણીમાં આજે થનારા બીજા તબક્કાના મતદાન માટે 14 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 88 બેઠકો પર ચૂંટણી પંચ પૂરી રીતે તૈયાર છે. બીજા તબક્કાના મતદાનમમાં કુલ 16 કરોડ મતદાતાઓ માટે 1 લાખ 67 હજાર મતદાન કેન્દ્રો બનાવામાં આવ્યાં છે. જણાવી દઈએ કે પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલના રોજ મતદાન થઈ હતુ. સાતમાં અને અંતિમ તબક્કાનું મતદાન 1 જૂનને થશે. લોકસભા ચૂંટણીનું પરિણામ 4 જૂને મતગણતરી બાદ જાહેર કરવામાં આવશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

88 સીટો પર 1202 ઉમેદવારો મેદાને

લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 88 બેઠકો પર 1202 ઉમેદવાર મેદાને છે. તેમાંથી 102 મહિલા ઉમેદવાર છે. આ તબક્કામાં 15.88 કરોડ મતદારોનો સમાવેશ થાય છે. જેમાંથી 8.08 કરોડ પુરુષ અને 7.80 કરોડ મહિલા મતદારો છે. બીજા તબક્કામાં મતદાન માટે 1.67 મતદાન કેન્દ્રો ઊભા કરવામાં આવ્યાં છે.