Jagdish, Khabri Media Gujarat :
Sasan Gir : સમગ્ર એશિયામાં એક માત્ર જગ્યા, કે જ્યાં સિંહ જોવા મળે છે, એવા ગીર ખાતે પ્રવાસનને વેગ આપવા ગુજરાત સરકારે 22 કરોડ રૂપિયાના કામોનું લોકાર્પણ કર્યું હતુ. એશિયાટિક લાયન અને ગીરનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવા આવતા પ્રવાસીઓને ગુજરાત સરકારે વધુ એક નવું નજરાણું આપ્યું છે. જેમાં સાસણ નજીક ભાલછેલ હિલ ખાતે સનસેટ પોઇન્ટ, દેવળીયા સફારી પાર્કના વિકાસ તેમજ સાસણ સિંહ સદન સહિતની જગ્યાઓ પર સ્કલપ્ચરનું પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ લોકાર્પણ કર્યું હતુ.
આ પણ વાંચો : Ahmedabad : સાયન્સ સિટી ખાતે ઉમેરાયું વધું નજરાણું
પ્રવાસન મંત્રીએ જણાવ્યું કે, સિંહના ઘર એવા ગીરમાં લાખો પ્રવાસીઓ આવે છે, રાજ્ય સરકાર અને પ્રવાસન વિભાગ ગીરમાં વધુ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે. ભવિષ્યમાં ટેન્ટ સીટી વિકસાવવા સહિતની યોજનાઓ આયોજન હેઠળ છે. ઉપરાંત પ્રોજેક્ટ લાયન હેઠળ જુદા જુદા પ્રવાસનલક્ષી અને સિંહોના સંરક્ષણ- સંવર્ધન માટેનો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
ગીરનું જંગલ તેના વૈવિધ્યસભર પ્રાકૃતિક સૌંદર્ય, પશુ પક્ષીઓ નદી નાળા અને મંદિરોથી જાણીતું છે. ભારતમાં વિદેશથી આવતા પ્રવાસીઓમાં ગુજરાત પ્રથમ નંબરે છે. રાજ્ય સરકાર પ્રાકૃતિક, ધાર્મિક વિકાસની સાથે કલા સંસ્કૃતિને સાંકળીને પર્યટનને વેગ આપી રહી છે. ઉપરાંત ગુજરાતના વિશાળ દરિયા કિનારાને ધ્યાને રાખી પ્રવાસનના વિકાસ માટે આયોજનો હાથ ઉપર લીધા છે. રાજ્ય સરકારના પ્રયાસોથી કચ્છનું નાનું એવું ગામ ધોરડો વિશ્વના નકશામાં ઉચેરૂ સ્થાન પામ્યું છે.
પ્રવાસન મંત્રીએ કહ્યું કે, મુંબઈ, ગોવા જેવા શહેરોમાં યોજાતો ફિલ્મફેર ગુજરાતમાં યોજવા જઈ રહ્યો છે, ત્યારે બોલીવુડના નામાંકિત કલાકારો ગુજરાત આવશે અને પ્રવાસન સ્થળોની મુલાકાત સાથે શૂટિંગ પણ કરશે. જેથી પ્રવાસનને નવો વેગ પડશે.
આ પણ વાંચો : મેષ થી મીન સૌથી સટીક ભવિષ્યવાણી
ભાલછેલ હિલ ખાતે સનસેટ પોઈન્ટ તૈયાર કરાશે
સાસણ નજીક ભાલછેલ હિલને સનસેટ પોઇન્ટ તરીકે વિકસાવવામાં આવશે. આ માટે ખાતે અંદાજે રૂ.8.5 કરોડના ખર્ચે એમ્ફીથીએટર, ફૂડ કોર્ટ, ટોયલેટ બ્લોક, હેંગ આઉટ એરીયા, ટિકિટ બિલ્ડીંગ, લાઇટિંગ વર્ક, પાર્કિંગ એરિયા સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
દેવાળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓની સુવિધામાં વધારો
દેવળીયા સફારી પાર્કમાં વર્ષે દહાડે હજોરોની સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે આવતા હોય છે. ત્યારે તેઓની સુવિધા માટે અંદાજે 6.5 કરોડ રૂપિયાના ખર્ચે બસ અને કાર માટેનું પાર્કિંગ, એન્ટ્રીગેટની રીડિઝાઇન, ઇન્ટરપ્રિટેશન સેન્ટર, ટીકીટ બુકિંગ ઓફિસ, કેન્ટીન ફૂડ કોર્ટ, સોવેનીયર શોપ,વોચ ટાવર, ટોયલેટ બ્લોક ,સીટીંગ એરેન્જમેન્ટ સહિત કાર્યો કરાવામાં આવ્યાં છે.
આ સિવાય અંદાજે રૂ. 7 કરોડના ખર્ચે સાસણમાં વિવિધ જગ્યાએ આર્ટવર્ક તથા સ્કલ્પ્ચરની કામગીરી કરવામાં આવી છે.