રાજકોટના જામનગર રોડ પર આવેલ સંધીયા બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે. ત્યારે 2જી ફેબ્રુઆરીથી બ્રિજ 2 વર્ષ માટે બંધ રહેશે. લાંબા સમયથી જર્જરિત પુલને ફરીથી બનાવવાની મહાનગરપાલિકા આખરે તૈયારી કરી રહી છે.
રાજકોટના જામનગર રોડ પર આવેલ સંધીયા બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવામાં આવશે.
આગામી 2જી ફેબ્રુઆરીથી બ્રિજ 2 વર્ષ માટે બંધ રહેશે
RMC દ્વારા આખરે નવો લાંબો જર્જરિત પુલ બનાવવાની તૈયારી
પુલના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ
આ અંગે મેયર નયના પેઢડિયાએ જણાવ્યું હતું કે, શહેરના 50 વર્ષ જૂના સંધી પુલના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તેની પૂર્ણાહુતિ બાદ તેનું ખાત મુહૂર્ત કરવામાં આવશે. નવો ફોર લેન બ્રિજ તૈયાર થશે ત્યારે અંદાજે 1 લાખથી વધુ વાહન ચાલકોને તેનો લાભ મળશે. લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી પણ રાહત મળશે. નવા બ્રિજ પાછળ 62.60 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તેમજ 22 થાંભલા, 602 મીટર લંબાઇ અને 16.40 મીટર પહોળાઇની ફોર લેન બનાવવામાં આવશે. 22 પિલર, 602 મીટર લંબાઇ અને 16.40 મીટર પહોળાઈની ચાર લેન હશે. ફોર લેન બ્રિજ 2 વર્ષમાં તૈયાર થઈ જશે. વાહનોને 2 વર્ષ સુધી વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે.
આ પણ વાંચો : રામભદ્રાચાર્યએ નિતિશ કુમાર પર કર્યો કટાક્ષ, જાણો શું કહ્યું?
મોરબીની દુર્ઘટના બાદ બ્રિજ સર્વે હાથ ધરાયો
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેના કારણે આ પુલ પણ જર્જરિત હાલતમાં હોવાથી ભારે વાહનોને ત્યાંથી પસાર થવા દેવાતા આ પુલ તાત્કાલિક બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ રેલવેની મંજુરી મેળવવામાં અને રાજવી પરિવારની જમીન ડાયવર્ઝનની પ્રક્રિયામાં ઘણો સમય વીત્યો હતો. હવે આ તમામ કામો પૂર્ણ થતાં મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રેલવે વિભાગે ડિઝાઇનને આખરી ઓપ આપ્યો
રાજકોટનો સંધીયા પુલ જામનગર રોડથી શહેરી વિસ્તારનો પ્રવેશદ્વાર છે. આ બ્રિજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. જેમાં રેલવે વિભાગે સૂચનો આપ્યા હતા. સૂચનોનો અમલ કર્યા બાદ આ બ્રિજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા મહાનગરપાલિકાને આપવામાં આવેલી સુધારેલી ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ટૂંક સમયમાં જ ઉચ્ચ અધિકારીઓની લીલી ઝંડી મળતાં આ પુલ માટેનું ટેન્ડર બહાર પાડવામાં આવશે.જો કે ગ્રાન્ટને લઈને હજુ પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે. રેલ્વે પાટા ઉપરની જમીન રેલ્વે વિભાગની માલિકીની છે, તેથી મહાનગરપાલિકાને રૂ.5 કરોડના ખર્ચને ટેકો આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકા અને રેલ્વે વિભાગ એક-બે દિવસમાં આ અંગે નિર્ણય લેશે અને ત્યારબાદ કામગીરી આગળ વધશે.