સાક્ષી મલિકે બ્રિજભૂષણ પર લગાવ્યો વધુ એક આરોપ

ખબરી ગુજરાત રમતગમત
Spread the love

Accusation of Sakshi Malik : મહિલા પહેલવાન સાક્ષી મલિકે બીજેપી સાંસદ બ્રિજભૂષણ સિંહ પર આરોપ લગાવતા કહ્યું કે તેના માણસો સાક્ષી મલિકની માંને ફોન કરીને ધમકી આપી રહ્યાં છે.

આ પણ વાંચો : શું છે ‘વેસ્ટ ટુ એનર્જી’ પોલિસી, 100 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા

PIC – Social Media

Accusation of Sakshi Malik : કુસ્તી સંઘનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ નવા નવા ફણગાઓ ફૂટતા રહે છે, ત્યારે મહિલા પહેલવાન સાક્ષી મલિકે આજે મોટો ધડાકો કર્યો છે. એક બાજુ પહેલવાન સાક્ષી મલિક, વિનેશ ફોગાત અને બજરંગ પુનિયા વિરુદ્ધ સેંકડો પહેલવાનોએ દિલ્હીના જંતર મંદર મેદાન પર વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે તો બીજી બાજુ સાક્ષી મલિકે (Sakshi Malik) ફરી એકવાર ભારતીય જનતા પાર્ટીના સાંસદ બ્રિજભૂષણ સિંહ (Brijbhushan Singh) પર આરોપ લગાવતા કહ્યું કે, તેના માણસો ફોન કરીને ધમકી આપી રહ્યાં છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

તેણે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, “બ્રિજભૂષણ સિંહના માણસો મારી માંને ધમકીભર્યા ફોન કરી રહ્યાં છે. અમારી સુરક્ષાની જવાબદારી સરકારની છે. બ્રિજભૂષણના માણસો ફરી સક્રિય થઈ ગયા છે. અમારા ઘર પરિવારને ધમકી મળી રહી છે.” ફેડરેશન રદ્દ થવા પર તેણે કહ્યું કે “ફેડરેશનમાં સંજય સિંહની દખલગીરી ન હોવી જોઈએ. નવી ફેડરેશન બીજીવાર બને તો અમને કોઈ વાંધો નથી.”

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

તેઓએ કહ્યું કે, “સરકારે જે નવા સંઘને રદ્દ કર્યું તેનું એ નિર્ણયનું અમે સ્વાગત કરીએ છીએ. બ્રિજભૂષણ અમારા પર આરોપ લગાવી રહ્યો છે, કે અમે જુનિયર ખેલાડીઓનું ભવિષ્ય બગાડી રહ્યાં છીએ, પરંતું એવું નથી.”