Rajkot News: કરુણા અભિયાન અંતર્ગત ઉત્તરાયણ પર્વ ઉપર પતંગના દોરાથી ઘવાયેલ પક્ષીઓની સારવાર અને જીવન રક્ષણ માટે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “જીવદયા એ જ પ્રભુસેવા”ના મંત્ર સાથે તા. 20 જાન્યુઆરી સુધી ઘવાયેલ પક્ષીઓને બચાવવા અને સારવાર માટેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં એપ્રેન્ટિસશીપની તક, આ તારીખ સુધી કરી શકો છો અરજી
ગતરોજ ઉત્તરાયણ પર્વ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ઘાયલ પક્ષીઓની સારવાર માટે કંટ્રોલ રૂમ પર સતત ફોન દ્વારા માહિતી આપવામાં આવતા એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર સ્થળ પર તેમજ નિર્ધારિત સ્થળો પર કરવામાં આવી હતી. વન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ જિલ્લામાં ગત રોજ 538 કબુતર, 02 બ્લેક આઇબીઝ, 1 મોર તેમજ અન્ય 7પક્ષીઓ સહીત કુલ 538 પક્ષીને સારવાર પુરી પાડવામાં આવી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા “કરુણા અભિયાન” હેઠળ જિલ્લામાં ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે કરુણા 1962ની 22 એમ્બ્યુલન્સ, એનિમલ હેલ્પલાઇનની 11 એમ્બ્યુલન્સ, 3 બાઈક એમ્બ્યુલન્સ, 2અદ્યતન હાઇડ્રોલીંક એમ્બ્યુલન્સ, જીવદયા ઘરની 1 એમ્બ્યુલન્સ, સોનોગ્રાફી, પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન માટેની તૈયારી સાથે વિવિધ વેટરનરી ડૉક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી હતી.
એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્ય રાજેન્દ્રભાઈ શાહ, એનિમલ હેલ્પલાઇનના પ્રતિક સંઘાણી, મિત્તલ ખેતાણી, વિવિધ સ્વૈચ્છિક સંસ્થાના અગ્રણીઓ, મદદનીશ વન સંરક્ષક એસ.ટી. કોટડીયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર એચ.બી. મોકરિયા, વિક્રમસિંહ પરમાર, તબીબો, નર્સિંગ સ્ટાફ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્તરાયણ પર્વે સેવા બજાવી જીવન રક્ષકની ઉમદા ફરજ બજાવી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શ્રી કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પતંગ માંજાના કારણે સવારથી સાંજ સુધી 367થી વધારે પતંગ દોરીથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપી જીવનદાન આપી શકાયું હતું. જેમાં કુંજ – 1, કલકલિયો – 1, અને હોલો – 1 તેમજ 364 જેટલા કબૂતરોને વિવિધ સારવાર આપી તેમનો જીવ બચાવ્યો હતો.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.