વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આ સિવાય તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરશે. કોંગ્રેસ લોકસભા સીટોની વહેંચણીને લઈને આમ આદમી પાર્ટી સાથે બેઠક કરશે. જેમાં સંદીપ પાઠક, આતિશી અને સૌરભ ભારદ્વાજ આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે. લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા ચૂંટણી પંચના અધિકારીઓ સોમવારે આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.
જ્યાં ચંદ્રચુડેએ ગુજરાતીમાં લોકોને સંબોધતા રાજકોટના ભોજન અને લોકોના વખાણ કર્યા હતા. જ્યારે મુખ્ય ન્યાયાધીશ જયશ્રી ક્રિષ્નાએ ગુજરાતીમાં પૂછ્યું કે શું રાજકોટના લોકો મજામાં છે, ત્યારે ચંદ્રચુડની ગુજરાતી ભાષા જોઈને હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. પીએમ મોદીએ ચંદ્રચુડના આ પ્રયાસની પ્રશંસા કરી છે.
મહત્વનું છે કે, રાજકોટના જામનગર રોડ પર ઘંટેશ્વર ખાતે 120 કરોડના ખર્ચે બનેલ નવી કોર્ટ બિલ્ડીંગનું શનિવારે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેની સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડના હસ્તે નવા મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જ્યાં ચંદ્રચુડેએ ગુજરાતીમાં લોકોને સંબોધતા રાજકોટના ભોજન અને લોકોના વખાણ કર્યા હતા. જ્યારે મુખ્ય ન્યાયાધીશ જયશ્રી ક્રિષ્નાએ ગુજરાતીમાં પૂછ્યું કે શું રાજકોટના લોકો મજામાં છે, ત્યારે ચંદ્રચુડની ગુજરાતી ભાષા જોઈને હાજર સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા. વાતવાતમાં એમને કહ્યું હતું કે રાજકોટ તો બપોરે ઊંધે છે
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વકીલોને ટેક્નોલોજીના ઉપયોગની તાલીમ આપવામાં આવેઃ DY ચંદ્રચુડે (સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ )
આ સાથે જિલ્લા અદાલતોના મહત્વ પર પ્રકાશ પાડતા ન્યાયમૂર્તિ ચંદ્રચુડે જણાવ્યું હતું કે, આ અદાલતો ન્યાયના અધિકારને સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને એવા સમાજની કલ્પના કરવામાં આપણા બંધારણના આદર્શોનો પાયાનો પથ્થર છે જ્યાં દરેક નાગરિકને ન્યાય મળે છે.” અધિકારોની ખાતરી આપવામાં આવે છે. ન્યાયાધીશ ચંદ્રચુડે કોર્ટ સંકુલમાં અદ્યતન ઓડિયો-વિડિયો સાધનો અને સિસ્ટમોથી સજ્જ કોન્ફરન્સ રૂમ અને ટ્રેનિંગ રૂમ વિશે કહ્યું પણ કહ્યું હતું. આ સાથે તેમણે પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને પણ અપીલ કરી હતી કે, વકીલોને ટેક્નોલોજીના ઉપયોગની તાલીમ આપવામાં આવે અને તેઓ તે પાસામાં ન્યાયાધીશોથી અલગ ન રહે.
આ પણ વાંચો: આરઆરસી જયપુરમાં 1646 પદો માટે ભરતી, જાણો અરજીની પ્રક્રિયા