Dinesh Rathod, Gujarat, Khabri Media
Rajkot: આ આયુષ મેળામાં નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાશે. જેમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, ચામડીના, મહિલાઓના, સાંધાના, આંખ, કાન, નાક, જીવનશૈલી જન્ય ડાયાબીટીસ, થાઈરોઈડ, સ્થુળતા, બ્લડ પ્રેશર સહિતના રોગોની સારવાર કરાશે. આ ઉપરાંત જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને સુવર્ણપ્રાશનના ટીપા પીવડાવાશે.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો
‘આયુર્વેદ ફોર વન હેલ્થ’ અને ‘આયુર્વેદ ફોર એવરીવન ઓન એવરી ડે’ (Ayurveda for One Health, Ayurveda for everyone on every day) અભિયાન અંતર્ગત યોજાનારા આ આયુષ મેળાનું ઉદઘાટન પ્રભારી મંત્રી રાધવજીભાઇ પટેલ, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયા કરશે. આ તકે સંસદ સભ્યો, ધારાસભ્યો સહિતના મહાનુભાવો, અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
જિલ્લા આરોગ્ય સંકલન સમિતિની (જાસ) બેઠક 04 નવેમ્બરના રોજ બપોરે 03:00 કલાકે યોજાશે. કલેકટરના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે યોજનારી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેવા રાજકોટ જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે. મંત્રી રાધવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરિયા અને કુંવરજીભાઇ બાવળિયાની ઉપસ્થિતિમાં આયુર્વેદ અને હોમિયોપેથી ચિકિત્સાથી અનેક રોગોની થશે નિઃશુલ્ક સારવાર.
આ પણ વાંચો: Rajkot: આત્મહત્યા કરવા ગયેલી મહિલાનો જીવ બચાવતી 181 અભયમ ટીમ
રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષ કચેરી, રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલ અને જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા દ્વારા રાષ્ટ્રિય આયુર્વેદ દિવસ –2023 (National Ayurveda Day 2023)ની ઉજવણી અન્વયે તા.11.2023ના રવિવારે સવારે 09 કલાકે કે. જી. ધોળકિયા સ્કુલ, બાલાજી હોલ પાસે, 150 ફુટ રિંગ રોડ, રાજકોટ ખાતે આયુષ મેળો યોજાશે. તેમ વિભાગીય નાયબ નિયામક, આયુષની યાદીમાં જણાવાયુ છે.