Dinesh Rathod, Gujarat, Khabri media
Rajkot: વિશ્વ સંસ્થા UNESCO દ્વારા આપણી સંસ્કૃતિ, વારસો અને ઈમારતો વિષે લોકજાગૃતિ કેળવવાના ભાગરૂપે તા.19 થી 25 નવેમ્બર દરમિયાન “વર્લ્ડ હેરિટેજ વીક”ની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પુરાતત્વ અને સંગ્રહાલય નિયામક, ગુજરાત સરકાર દ્વારા કાર્યરત સહાયક પુરાતત્વ નિયામકની કચેરી, પશ્ચિમ વર્તુળ અને વોટસન મ્યુઝિયમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે પી.ડીપી.યુ. (ગાંધીનગર)ના સહયોગથી આજ રોજ ખંભાલીડાની ગુફાઓ ખાતે ડ્રોન, જી.પી.આર., લાઇડાર જેવી ટેક્નોલોજીનો સ્મારકના સંરક્ષણમાં થઇ શકનારા ઉપયોગો પર સ્થળ પર જ નિદર્શન આપી ઉપસ્થિતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વૃદ્ધાને આત્મહત્યાના વિચારમાંથી ઉગારતી 181 મહિલા હેલ્પ લાઈન
રાજયના પુરાતત્વ વિભાગ દ્વારા ખંભાલીડાની ગુફાઓ ખાતે સંરક્ષણની કામગીરી ચાલી રહી છે. જેમાં આ વર્કશોપના આયોજનથી ભાવિ પેઢીમાં ટેક્નોલોજી દ્વારા ઇમારતોની સાચવણી અને તેના પાયાથી લઈને શિલ્પકલાને સમજવા માટે નવી દિશાઓ ખુલશે, તેવું રાજકોટના સહાયક પુરાતત્ત્વ નિયામક કુ. સિદ્ધા કે. શાહે જણાવ્યું હતું.
આ વર્કશોપમાં વોટસન મ્યુઝીયમના ક્યુરેટર સંગીતાબેન રામાનુજે ઉપસ્થિત વિદ્યાર્થીઓને પુરાતત્વના મહત્વ અને તેની જાળવણી વિશે અને આ સાઈટના સંશોધક પી.પી.પંડ્યાના યોગદાન અંગે પણ માહિતી આપી હતી.
પી.ડી.પી.યુ.ના આસી. પ્રોફસર ડો.રાજેશ ગુજર તેમજ વિદ્યાર્થી ડો. હીરકરાજ બાપટે આ ટેક્નોલોજીના ઉપયોગ અને તેની વિગતોથી ઉપસ્થિતોને અવગત કરાવ્યા હતા. આ ટેકનોલોજીનો અભ્યાસ કેવી રીતે થઈ શકે તેમજ વિવિધ પ્રોજેક્ટનું કામ અને જી.પી.આર.નું નિદર્શન બતાવી ગુફાના આર્કીટેક્ચરથી માહિતગાર કરી વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરીના માધ્યમથી વિશિષ્ટ જાણકારી પુરી પાડી હતી.
ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f Link પર ક્લિક કરો.
તમામ વિદ્યાર્થીઓ ગુફાઓને નિહાળી અને તેને અભ્યાસ સાથે જોડીને કઈ રીતે ભવિષ્યમાં તેનું જતન કરવું તે માટે સજજ થયા હતા. આ કાર્યક્રમમાં હાર્દિક જોષી, પી.ડી.પી.યુ.ના નિષ્ણાતોની ટીમ, IPSA આર્કિટેકચર કોલેજના વિદ્યાર્થીઓ તથા પ્રોફેસરો તથા અન્ય આર્કિટેકચર ફર્મના પ્રતિનિધિશ્રીઓ જોડાયા હતા.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.