GSRTC News : વાહન વ્યવહાર મંત્રી દ્વારા વાહન વ્યવહાર વિભાગનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. વિધાનસભા ખાતે 3370.33 કરોડના બજેટને મંજૂરી મળી હતી. આ તકે હર્ષ સંઘવીએ કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી…
આ પણ વાંચો – ગુજરાતમાં મહિલાઓ કેટલી સરક્ષિત? ગૃહ મંત્રીએ આપ્યો જવાબ
GSRTC News : વાહન વ્યવહાર મંત્રી (Minister of Transport) દ્વારા વાહન વ્યવહાર વિભાગનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતુ. વિધાનસભા ખાતે 3370.33 કરોડના બજેટને મંજૂરી મળી હતી. આ તકે હર્ષ સંઘવીએ (Harsh Sanghvi) કેટલીક મહત્વની જાહેરાતો કરી હતી. તેઓએ કહ્યું, કે જાહેર પરિવહનની સેવા અસરકારક બનાવવા મુખ્ય ચાર પાયાસ્તંભ (એસ.ટી. પરિવાર, બસ, બસ સ્ટેશન, તથા ટેક્નોલોજી) ને પ્રાધાન્ય આપી પરિણામલક્ષી કામગીરી કરી છે.
એસટી પર ગુજરાતની પ્રજાનો ભરોસો વધ્યો
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, એક વર્ષમાં દૈનિક મુસાફરો 25 લાખથી વધી 27 લાખ થયા છે એટલે કે દૈનિક 2 લાખ મુસાફરો વધ્યાં છે. જે દર્શાવે છે કે એસ.ટી. પર ગુજરાતની પ્રજાનો ભરોસો વધ્યો છે. વાર-તહેવાર, રાત-દિવસ જોયા વગર ગુજરાત રાજ્યનું જાહેર પરીવહન ધબકતું રહે તે માટે સદાય કાર્યશીલ એસ.ટી.ના 36 હજારથી વધુ કર્મચારીઓનો વાહન વ્યવહાર મંત્રીઆભાર વ્યક્ત કર્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
11 હજારથી વધુ કર્મચારીની ભરતી કરાશે
નિગમની નિતી અનુસાર વર્ષ 2011 પહેલા અવસાન પામેલ નિગમના 240થી વધુ કર્મચારીઓના આશ્રિતને આગામી ટુંક સમયમાં ક્લાર્કની કક્ષામાં નિમણૂંકપત્ર એનાયત કરવામાં આવશે. મંજુર સંચાલનની સાથોસાથ 2800 થી વધુ નવી ટ્રીપ ચાલુ કરવા કુલ 4062 ડ્રાઇવર, 3342 કંડકટર, 2827 મિકેનિક, 1696 ક્લાર્ક કુલ મળી 11,000 થી વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવશે.
ગુજરાતના શહેરોમાં દોડશે ડબલ ડેકર બસ
વાહન વ્યવહાર મંત્રીએ કહ્યું, કે આગામી 5 દિવસમાં ૫૦૦થી વધુ નવીન બસો પ્રજાની સેવામાં મુકવાનું આયોજન છે. વર્ષ 2024-25 માં 2500 નવીન બસો ખરીદવામાં આવશે કે જેનાથી 700 જેટલા નવા શિડ્યુઅલ શરૂ કરવામાં આવશે. આગામી સમયમાં SOU સહિત રાજ્યના શહેરોમાં પણ આધુનિક ડબલ ડેકર બસ દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ તેઓએ જણાવ્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
27 નવા બસ ડેપો નિર્માણ પામશે
આગામી સમયમાં એસ.ટી. પરિવહનમાં એક પણ બસ તુટેલી ના રહે તે માટે 100 દિવસમાં તમામ બસોનું ડેન્ટીંગ અને પેન્ટીંગની કાર્યવાહી મિશન મોડ પર હાથ ધરવામાં આવશે. આગામી માસમાં 15 ડેપો/બસસ્ટેશનના ખાતમુહુર્ત કરવામાં આવશે. વર્ષ 2024-25 માં કુલ 27 ડેપો અને બસસ્ટેશનનું નિર્માણ કરવાનું આયોજન છે.
એસટી બસના મુસાફરોને મળશે ખાસ સુવિધા
ટેકનોલોજીના માધ્યમથી એક જ મોબાઇલ એપ્લીકેશન થકી નિગમની તમામ ડીઝીટલ સેવા ઉપલબ્ધ બનશે જેના થકી દરરોજ 27 લાખ લોકોને બસ વિશે Real Time ઇન્ફોર્મેશન મળી રહેશે. પ્રત્યેક ધારાસભ્યોના મતવિસ્તારમાં લોકહિતમાં જરૂરી હોય તેવી બે ટ્રીપ શરૂ કરવા જાહેરાત કરી આ અંગેની વિગતો જણાવવા ધારાસભ્યને સુચન કરેલ છે. આગામી સમયમાં મહાનગરોમાં ૨૪ કલાકમાં તથા અન્ય જગ્યાએ 2 થી 3 દિવસમાં લાઈસન્સ ઉપ્લબ્ધ થાય તે માટેની વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્નો હાથ ધરાશે.
આ પણ વાંચો : સુરેન્દ્રનગર : 3 તાલુકાના 45 ગામોને મળશે નર્મદાનું પાણી, CMની મંજૂરી
વિદ્યાર્થિઓને ભણાવાશે માર્ગ સલામતીના પાઠ
સ્ક્રેપીંગ ફેસેલીટીમાં સ્ક્રેપ થતાં આઠ વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા વાહનો પરના બાકી ટેક્ષ, પેનલ્ટી અને વ્યાજની અંદાજીત રૂ. 700 કરોડ જેટલી રકમ માફ કરવા સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આગામી શૈક્ષણિક સત્ર 2024-25થી ધોરણ 10 સામાજિક વિજ્ઞાન અને ધોરણ 12 ગુજરાતીમાં સમાવેશ થશે. માર્ગ સલામતી વિષયક પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલ હોઈ શાળાઓમાં ભણાવવામાં આવશે. રોડ સેફ્ટી જેવી સંવેદનશીલ બાબતે દરેક ધારાસભ્યને લોકોમાં જાગૃતી કેળવવા અપીલ કરેલ છે.
વર્ષ 20219 થી 2021માં કુલ 265 જેટલા બ્લેક સ્પોટ આઇડેન્ટીફાઇ કરવામાં આવેલ જેના પર રોડ સેફટી ઓથોરીટી દ્વારા સુધારાત્મક પગલા લીધેલ જેના થકી 62 જેટલા બ્લેક સ્પોટ હવે બ્લેક સ્પોટ રહ્યા નથી. જેના થકી એક્સીડેન્ટની સંખ્યા ઘટી છે અને ઘણા લોકોના જીવ બચ્યાં છે.