IPL Ticket Scam : અત્યારે ભારતમાં દુનિયાની સૌથી મોટી ક્રિકેટ પ્રિમીયર લીગ ચાલી રહી છે. મોટા ભાગના લોકો આઈપીએલ જોવા માટે વેબસાઇટ પર જઈ ઓનલાઇન ટિકિટની ખરીદી કરતા હોય છે. પરંતુ જો તમે પણ આ રીતે ટિકિટ ખરીદતા હોય તો ચેતી જજો…
આ પણ વાંચો – RTE હેઠળ એડમિશન લેતી વખતે આ ભૂલ ક્યારેય ના કરતા, નહિ તો…
IPL Ticket Scam : અત્યારે ભારતમાં દુનિયાની સૌથી મોટી ક્રિકેટ પ્રિમીયર લીગ ચાલી રહી છે. મોટા ભાગના લોકો આઈપીએલ જોવા માટે વેબસાઇટ પર જઈ ઓનલાઇન ટિકિટની ખરીદી કરતા હોય છે. પરંતુ જો તમે પણ આ રીતે ટિકિટ ખરીદતા હોય તો ચેતી જજો. કેમ કે સુરતમાં IPL 2024ની નકલી ટિકિટ વેચવાનું મસમોટુ કૌભાંડ સામે આવ્યું છે. મુંબઈ સાઇબર સેલ દ્વારા મુખ્ય આરોપી સહિત 7 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ભેજાબાજો IPLની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરી રહ્યાં હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
IPLની ડુપ્લિકેટ વેબસાઇટ બનાવી
ડિઝિટલાઇઝેશન મામલે ભારતે ઘણાં દેશોને પાછળ છોડ્યા છે. પરંતુ આ ડિઝિટલ યુગમાં લોકો પર સાઇબર હુમલા પણ એટલા જ વધ્યા છે. ઓનલાઇન ફ્રોડ કરનાર લોકો એનકેન પ્રકારે લોકોને ઠગી રહ્યાં છે. ત્યારે સાઇબર ગઠિયાઓએ આઈપીએલમાંથી કમાણી કરવાની નવી તરકીબ શોધી કાઢી છે. સુરતમાંથી IPL 2024ની નકલી ટિકિટ ઓનલાઇન વેંચવાનું કૌભાંડ ઝડપાતા ખળભળાટ મચી ગયો છે. આરોપીઓ નકલી IPLની વેબસાઇટ બનાવી લોકોને છેતરતા હતા. તેઓ ડુપ્લિકેટ વેબસાઇટ પર નકલી ટિકિટો વેંચી કમાણી કરી રહ્યાં હતા. આ અંગે સાઇબર સેલને જાણ થતા મુંબઇ સાયબર સેલ દ્વારા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ રીતે કરતા છેતરપિંડી
ભારતમાં 22 માર્ચથી આઈપીએલની શરૂઆત થઈ ગઈ છે આ ટૂર્નામેટ 26 મે સુધી ચાલશે. આઈપીએલની મેચો દેશના વિવિધ શહેરના ક્રિકેટ મેદાનો પર રમાઈ રહી છે. ક્રિકટના રસિકો ગ્રાઉન્ડમાં જઈ મેચ જોતા હોય છે. મેચની ટિકિટ માટે લાંબી લાઇનોમાં ન ઊભુ રહેવુ પડે તે માટે લોકો ઘર બેઠા ઓનલાઇન ટિકિટ બુક કરાવતા હોય છે. ત્યારે સાઇબર ગઠિયાઓ સક્રિય બન્યા છે અને ડુપ્લિકેટ વેબસાઇટ બનાવીને બેસી ગયા છે. તેઓ આ પ્રકારની વેબસાઇટ પર નકલી ટિકિટો વેચી લોકોને મૂર્ખ બનાવી લાખો રૂપિયાનો ચૂનો લગાવે છે. જો કે મુંબઈ સાયબર સેલ દ્વારા સુરતમાં ઓપરેશન પાર પાડી મુખ્ય સૂત્રધાર સહિત 7 વ્યક્તિની ધરપકડ કરી છે.