Surya Namaskar Competition-2023: ગુજરાતના નાગરિકોને નિરોગી બનાવવા અને યોગાભ્યાસ સાથે સૂર્ય નમસ્કારના સંયુકત લાભોથી લોકોને જાગૃત કરવા વિશિષ્ટ અભિગમ સાથે રાજ્યમાં પ્રથમવાર ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનનુ આયોજન કરવામાં આવ્યું છે. આ મહાઅભિયાન તા. 1લી ડિસેમ્બર-2023થી 1લી જાન્યુઆરી-2024 એક મહિના સુધી ચાલશે. જે અંતર્ગત 31મી ડિસેમ્બર સુધી સમગ્ર રાજ્યમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરાયું છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળોએ ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા કક્ષાએ સ્પર્ધાનું આયોજન
સમગ્ર રાજ્યમાં 20 હજારથી વધુ સ્થળોએ આ યોગ સ્પર્ધાનું આયોજન થશે, જેમાં અંદાજે રૂપિયા 2 કરોડથી વધુ રકમના ઇનામો યોગ સ્પર્ધકોને આપવામાં આવશે. ગ્રામ્ય, તાલુકા, શાળા અને વોર્ડ કક્ષાથી શરૂ કરી જિલ્લા, મહાનગરપાલિકા અને રાજ્યકક્ષા સુધી યોજાનાર આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નાગરિકો 15 ડીસેમ્બર સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન વ્યક્તિગત રહેશે અને શાળાનું રજીસ્ટ્રેશન શાળા વાઇઝ પણ કરી શકાશે. રજીસ્ટ્રેશન એક જ વખત એક જ મોબાઈલ ઉપરથી કરી શકાશે.
તા. 19 ડિસેમ્બરના રોજ ગ્રામ્યકક્ષા, નગરપાલિકા અને મહાનગરપાલિકા વોર્ડકક્ષા સ્પર્ધાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ તા. 23 ડિસેમ્બરના રોજ તાલુકા તથા ઝોનકક્ષા સ્પર્ધા, તા. 26 ડિસેમ્બરના રોજ જિલ્લા તથા મહાનગરપાલિકા કક્ષા સ્પર્ધા અને અંતમાં તા. 30 ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે. આ સ્પર્ધામાં સૂર્ય નમસ્કારના જે તે આસનના પોસ્ચર તથા નમસ્કારની સંખ્યા પણ ધ્યાનમાં લેવામાં આવશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સ્પર્ધાની કેટેગરી વય મુજબ ત્રણ ભાગમાં કરવામાં આવી છે. જેમાં 09 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 41 વર્ષથી ઉપરની વય એમ ત્રણ કેટેગરીમાં નાગરિકો ભાગ લઇ શકશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે https://snc.gsyb.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. ગ્રામ્ય/શાળા/વોર્ડ કક્ષાએ સ્પર્ધા પાંચ મિનિટમાં મહત્તમ ક્ષતિરહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે.
કેટેગરી વાઇઝ વિજેતાઓને રૂ. 101 રોકડ પુરસ્કાર અપાશે. જ્યારે તાલુકા/નગરપાલિકા/ઝોન કક્ષાએ સ્પર્ધામાં આઠ મિનિટમાં મહત્તમ ક્ષતિરહિત રહેશે. સૂર્ય નમસ્કાર કરવાના રહેશે તેમજ વિજેતા થયેલા સ્પર્ધકોને વય જુથ મુજબ એક ભાઇ અને એક બહેનને રૂ. 1000નું રોકડ ઇનામ અપાશે.
આ પણ વાંચો: જાણો, 09 ડિસેમ્બરનો ઇતિહાસ તેમજ આજના દિવસે થયેલી મુખ્ય ઘટનાઓ
જિલ્લા અને મહાનગરપાલિકા કક્ષાએ સ્પર્ધામાં 10 મિનિટમાં મહત્તમ ક્ષતિરહિત સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. વિજેતા થયેલા પ્રથમ ભાઇ અને પ્રથમ બહેનને રૂા. 21,000/- દ્રિતિય ભાઇ અને બહેનને રૂા. 15,000/- અને તૃતિય ભાઇ અને બહેનને રૂા. 11,000 રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.